Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મણિપુર : ઉખરૂલ શહેરની પંજાબ નેશનલ બેન્કમાં રૂપિયા 18.85 કરોડની લૂંટ

  • December 02, 2023 

મણિપુરના ઉખરૂલ શહેરનાં વ્યૂ-લેન્ડ-1 વિસ્તારમાં આવેલી પંજાબ-નેશનલ-બેન્કની શાખા ઉપર ગુરૂવારનાં રોજ આઠથી દસ સશસ્ત્ર ડાકુઓ ત્રાટક્યા હતા અને રૂપિયા 18.85 કરોડ લૂંટી પલાયન થઈ ગયા. મળતી માહિતી મુજબ, બેન્કનાં લેણ-દેણનો સમય પૂરો થયા પછી બપોરે કર્મચારીઓ જ્યારે પૈસા ગણતા હતા ત્યારે જ તે લૂંટારાઓ ત્રાટક્યા. તેમણે બેન્કનાં કર્મચારીઓને દોરડાથી બાંધી દીધા હતા અને બેન્કના સ્ટોર રૂમમાં બંધ પણ કરી દીધા હતા.



આ પૈકી એક કર્મચારીએ મોબાઈલ દ્વારા પોલીસને ખબર આપતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. બંધકોને મુક્ત પણ કર્યા હતા સાથે તપાસ શરૂ કરી દીધી હતી. બેન્કમાંથી આટલી મોટી રકમની લૂંટ થઈ હોવાના સમાચારો જાણી શહેરમાં હડકંપ મચી ગયો હતો. આ ગંભીર ઘટના પછી સલામતી દળોએ લૂંટારાઓને પકડવા વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે. આ પૂર્વે જુલાઈ માસમાં ચુરા-ચાંદપુરમાં એક્સિ બેન્કની એક શાખામાંથી સશસ્ત્ર ડાકુઓએ 1 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૈતેઈ અને કુકી જાતિઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લીધે ઘણા લાંબા સમયથી મણિપુર અશાંતિગ્રસ્ત જ રહ્યું છે.



આ તબક્કે તે પણ ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં ખાસ કરીને પૂર્વ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં ચોરી અને લૂંટફાટના કિસ્સા વધતા જ જાય છે. બિહારના મુઝફ્ફરનગર થાણા ક્ષેત્રમાં 18 સપ્ટે.ના દિવસે ડાકુઓ આઈસીઆઈસીઆઈ બેન્ક પર ત્રાટક્યા હતા અને 14 લાખ રૂપિયા લૂંટી ગયા હતા. તે ઉપરાંત બિહારના બેગુસરાઈમાં બાઈક પર આવેલા બે ડાકુઓએ ગોળીબાર કરી (મંગળવારે 19 સપ્ટે.ના દિવસે) બજારમાં લૂંટફાટ કરી હતી. તેમાં ચંદનપુર નામના યુવાનનું ગોળીબારમાં મૃત્યું પણ થયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application