એક યુગમાં જયારે ટેકનિકલ લેવલે આવિષ્કાર થયેલ નહિ તેવા સમયે વિવિધ ગુનેગારો વિશે પોલીસ પોતાના વિસ્તારમાં અને કાઈમ બ્રાન્ચ જેવી બ્રાન્ચ નાના મોટા ગુન્હેગાર વિગેરેને બાતમીદાર બનાવી મોટા ગુનેગારોને પકડી લેતી પરંતુ હવે ટેકનિકલ યુગ છે, અને વિસ્તાર વિસ્તરી ગયો છે ગુનેગારો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે ત્યારે પોલીસ દ્વારા ગુનેગારોને પકડવા સાથે સીસીસીટીવી અને ખાસ કરી પોકેટ કોપ પકડાયેલ અપરાધીની વંશાવળી માટે ખૂબ મહત્વનું હોવા અંગે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ખાસ મીટીંગ યોજી જ્ઞાન આપી રહ્યા છે. સદનસીબે સેક્ટર વડા બ્રજેસ ઝા અને ડીસીપી રવિ સેની અને એસીપી પ્રદીપસિંહ જાડેજા આવા મતના હોય સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા આ બાબત અમલી બની હોય તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બહાર આવ્યું છે.
તાજેતરમાં મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી.ઉનડકટ, પીએસઆઈ એસ.આઈ.પટેલ તથા સ્ટાફ દ્વારા વટવા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવરભાઈ શેખ ઉવ.૨૬ રહે. બ્લોક નં. ૩૩/૧૦૫૫, સદભાવના નગર ચાર માળિયા, વટવા, અમદાવાદની પરપકડ કરવામાં આવેલ હતી. મણિનગર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવરભાઈ શેખની પુછપરછમાં પોતે ભૂતકાળમાં કોઈ ગુન્હામાં પકડાયેલા નહીં I હોવાનું કબુલ કરેલ હતું.
પરંતુ મણિનગર ખાતે પકડાયેલ આરોપી બાબતે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી.ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફની ટીમ દ્વારા આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવરભાઈ શેખની પોકેટ કોપ એપ્લિકેશનાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવરભાઈ શેખ સને ૨૦૨૦ની સાલમાં અમદાવાદ શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ૨ સહિત કુલ ૩ ગુન્હામાં, ૨૦૨૧ની સલામાં વટવા પોલીસ સ્ટેશન ખાતેના સહિત ૩ ગુન્હામાં ૨૦૨૨ની સાલમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે ૨ ગુન્હા અને અટકાયતી પગલામાં તેમજ સને ૨૦૨૩ની સાલમાં, દાણીલીમડા પોલીસ ૨ ગુન્હા અને અટકાયતી પગલામાં તેમજ સને ૨૦૨૩ની સાલમાં, દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે 1 ગુન્હામાં, સને ૨૦૨૪ની સાલમાં વટવા પોલીસ સ્ટેશનના ૧ ગુન્હામાં ઉપરાંત ઇસનપુર, નારોલ, કાગડાપીઠ, -ગાયકવાડી હવેલી પોલીસ સ્ટેશન ખાતે મળી કુલ ૧૦ કેસમાં/ ગુન્હાઓમાં પકડાયેલ હોવાની તથા કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી ૨૦૨૦ની સાલમાં રાજકોટ જેલ ખાતે પાસા કરેલ અને વટવા પોલીસ સ્ટેશન ખાતે સને ૨૦૨૨ની સાલમાં વડોદરા ખાતે પાસા એમ બે વખત પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલ આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.
વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે મોર્ડન અનવરભાઈ શેખ પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, આ પકડાયેલ આરોપી રીઢો વાહનચોર આરોપી નીકળેલ હતો અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપી આશરે ૧૨ (એક ડઝન) વખત જુદા-જુદા પોલીસ સ્ટેશન ખાતે પકડાઈ ચૂક્યો હોવાની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતીમાં મુકાઈ ગયેલ હતો અને લુલો બચાવ પણ કરવા લાગેલ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500