Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળના પીપોદરા ગામે ચપ્પુની અણીએ મોબાઈલ તથા રોકડ રકમની લૂંટ કરી ફરાર બે આરોપીઓ પોલીસ પકડમાં

  • September 08, 2023 

સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે 20 દિવસ અગાઉ રાહદારીને આંતરી ચપ્પુની અણીએ મોબાઈલ ફોન તથા રોકડની લૂંટ કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા અને તેઓ પાસેથી બાઈક અને મોબાઈલ કબ્જે કર્યા હતા. સુરત ગ્રામ્ય એલસીબી ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા.


તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, આજથી 20 દિવસ અગાઉ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમાં ગણેશ પેટ્રોલિંગની ગલીમાં એક રાહદારીને આંતરી લૂંટારૂઓએ ચપ્પુની અણીએ રૂપિયા 5000 રોકડા તેમજ મોબાઈલની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.


આ ગુનામાં સંડોવાયેલા અસ્લમ સલીમભાઈ નઇનામોરી તેમજ શાહરૂખ શૌરાબ શેખ જેઓ દાલમિલ પાસે ઊભા છે. જે ચોક્ક્સ બાતમીના આધારે પોલીસે આ બંને આરોપીઓને દબોચી લીધા હતા. તેઓ પાસેથી એક બાઈક અને મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application