Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈનાં ભુરીવેલ ખાતે હાટ બજારમાં શાકભાજી ખરીદી કરવા આવેલ મહિલાનું મંગળસૂત્ર ચોરી થયું

  • September 30, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ભુરીવેલ ખાતે ભરાતા ગુરૂવારી હાટ બજારમાં શાકભાજી ખરીદી કરવા આવેલ મહિલાનું મંગળસૂત્ર ચોરી થયાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉકાઈનાં સ્વામીનારાયણ મંદિર પાસેમાં રહેતા જાગૃતિબેન યોગેશભાઈ બ્રમ્હભટ્ટની ઘરકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.


જોકે જાગૃતિબેન બ્રમ્હભટ્ટ નાંઓ ગત તારીખ ૨૬/૦૯/૨૦૨૪નાં રોજ ભુરીવેલ ખાતે ભરાતા ગુરૂવારી હાટ બજારમાં શાકભાજી ખરીદી કરવા માટે ગયા હતા. તે દરમ્યાન તેમને ગાળામાં પહેરેલ સોનાનું મંગળસૂત્ર જે આશરે પોણા બે તોલાનું જેની કિંમત રૂપિયા ૨૫,૩૭૫/-નું કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો  હતો. બનાવ અંગે જાગૃતિબેન બ્રમ્હભટ્ટએ તારીખ ૨૭/૦૯/૨૦૨૪નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application