Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં ગામતળાવ બુજરંગ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં દહેશત, દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની ગ્રામજનોએ કરી માંગ

  • September 06, 2024 

સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં ગામતળાવ બુજરંગ ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનો દહેશતમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ગામમાં દીપડા રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. સમી સાંજે દીપડા આવી ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ગત રાત્રે બોરી ફળિયામાં એક કદાવર દીપડો ભીખાભાઈ મગનભાઈ રાઠોડના ઘર પાસે પહોંચી ગયો હતો. ગ્રામજનોના બૂમો સાંભળીને દીપડો ત્યાંથી ભાગી ગયો હતો.

આ પહેલાં હળપતિવાસના મોટા ફળિયામાં દીપડાએ ગુલાબભાઈ ડાહ્યાભાઈના ઘરેથી મરઘાનો શિકાર કરી લીધો હોવાની વાત પણ સામે આવી છે. બે દિવસ અગાઉ માહ્યાવંશી ફળિયામાં એક દીપડાનું બચ્ચું ઉષાબેન માહ્યાવંશીના ઘરમાં ઘૂસી ગયું હતું. ત્યારબાદ તેણે રમણભાઈ છગનભાઈ પટેલના કોઢારમાં બાંધેલા પશુઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના બૂમોથી દીપડાનું બચ્ચું ત્યાંથી ભાગી ગયું હતું. આ પહેલાં પણ ગામતળાવ બુજરંગમાં દીપડાઓએ મરથા, કૂતરા અને વાછરડાનો શિકાર કર્યો હોવાની ઘટનાઓ બની ચૂકી છે. ગ્રામજનોમાં દીપડાના આતંકથી ભારે ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application