Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં ઝાબ ગામે સાપનાં ડંખથી યુવકનું સારવાર દરમિયાન મોત

  • July 18, 2024 

માંડવી તાલુકાનાં ઝાબ ગામે પારસી ફળિયામાં રહેતો જગદીશભાઈ જીવણભાઈ વસાવા (ઉ.વ.30) મજુરી કામ કરતો હતો. જોકે ગત તારીખ 7મી જુલાઈની રાત્રે તે ઘરની બાજુમાં બંધ દુકાન બહાર સુતો હતો. તે સમયે તેના ડાબા પગના પંજામાં ઝેરી સાપે ડંખ મારતા તેને પ્રાથમિક સારવાર અર્થે બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તારીખ 15મી જુલાઈનાં રોજ રાત્રે સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application