સમગ્ર સુરત જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝૂંબેશ વેગવંતી બની છે. સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સમગ્ર સુરત જિલ્લામાં મંદિર, બાગ-બગીચા, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, નદી-તળાવ તેમજ સરોવર જેવા જાહેર સ્થળો ઉપરાંત પુરાતત્વ જગ્યા, હેરિટેજ બિલ્ડિંગ, ટૂરિસ્ટ પ્લેસ, સરકારી કચેરીઓની સાફ સફાઈ સહિત સિંગલ યૂઝ પ્લાસ્ટિક અંગે લોકજાગૃતિ આવે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આજરોજ ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ, માંડવીના રામેશ્વર મંદિર વરેઠ, ચોર્યાસીના ભટલાઈ ગામના દરિયા કિનારાની સાફ સફાઈ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ના અભિયાનમાં સૌ કોઈ જોડાય તેવી અપીલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500