Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી કુમાર શાળા છ વર્ષ માટે દત્તક અપાઇ, આદર્શ શાળા બનાવાશે

  • July 10, 2021 

સામાજિક સંસ્થા એટલે સમાજની અમુક સામાજિક જરૂરિયાતોની પૂર્તિ માટે થતી આંતર ક્રિયાને માર્ગદર્શિત કરતા ધોરણોનો સમૂહ, આવી જ એક સુરતની સામાજિક સંસ્થા એટલે કે રોટરી ક્લબ ઓફ સુરત' સી' ફેસ એ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત માંડવી કુમાર શાળાનો ભૌતિક વિકાસ કરવા માટે છ વર્ષ માટે એમ.ઓ.યુ. કરી સ્કૂલને દત્તક લેતા ખુશીની લાગણી ફેલાઇ છે. આગામી સમયમાં હવે આ કુમાર શાળા નવા રંગ-રૂપ અને ઔપ સાથે ટૂંક સમયમાં કાર્યરત થશે જેથી આ શાળામાં અભ્યાસ કરતા દેશના ભાવિ નાગરિકો સમાન ભૂલકાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તકો મળશે.

 

 

 

 

 

સુરત જિલ્લા પંચાયત હસ્તકની આ પ્રથમ શાળા છે કે જે દત્તક આપવામાં આવી 

આ અંગે વધુ વિગતો મુજબ માંડવી કુમારશાળામાં ૧૨૭ જેટલા બાળકો અભ્યાસ કરે છે સુરતની સામાજિક સંસ્થા કે જે દક્ષિણ ગુજરાતમાં સામાજીક ઉત્થાનની વિવિધ ક્ષેત્રે સતત પ્રવૃતિઓ કરતી રહે છે એવી અગ્રણી સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરત'સી' ફેસ એ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સાથે સમિતિના ચેરમેન ભાવિની પટેલ. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દરજીની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ કરીને ઉપરોક્ત કુમાર શાળા માંડવીને છ વર્ષે માટે દત્તક લીધી છે. જે ખૂબ જ ગૌરવ ભરી બાબત છે સુરત જિલ્લા પંચાયત હસ્તકની આ પ્રથમ શાળા છે કે જે દત્તક આપવામાં આવી હોય,

 

 

 

 

 

એક આદર્શ સ્કૂલ ની જેમ જરૂરી સાધનો અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે 

આ અંગે વધુ પ્રાપ્ત વિગતો મુજબ શાળામાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસક્રમના પુસ્તકો. સ્કૂલનુ રંગરોગાન. બાળકોને બેસવા માટે બેન્ચીસ તેમજ બાગ બગીચા વિજ્ઞાન પ્રયોગશાળા કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી તથા અન્ય શૈક્ષણિક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે સાથે નવા રૂપ-રંગ-ઔપ અને વૈવિધ્ય અપાશે તેમજ આર. ઓ. પાણીની સુવિધા. રમત-ગમતનો વિશાળ મેદાન જેવી સુવિધાઓ બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને ઉપરોક્ત સ્કૂલમાં ઉભી કરવામાં આવશે જે એક આદર્શ સ્કૂલ ની જેમ જરૂરી સાધનો અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે એમ રોટરી ક્લબના પ્રમુખ રચના મહેશ્વરી. કરી સેક્રેટરી સંગીતા ચુડી વાલા મુરારી સરાર. મીડિયા પ્રભારી સરોજ અગ્રવાલે જણાવ્યું હતું.

 

 

 

 

 

જિલ્લાની અન્ય સામાજિક સંસ્થાઓને પણ બીજી કોઈ સ્કૂલ દત્તક લેવા માટે પ્રોત્સાહન 

રોટરી કલબ ઓફ 'સી' ફેસ ને ઉપરોક્ત સ્કૂલ ના સર્વાંગી વિકાસ માટે માંડવીમાં સમિતિની રચના કરવામાં આવશે જેમાં શિક્ષણ સમિતિના એક પ્રતિનિધિ, શાળાના આચાર્ય શાળા, વ્યવસ્થાપન સમિતિના પ્રતિનિધિનો સમાવેશ થાય છે અને શાળામાં કોઈપણ કામ કરતી વખતે સમિતિમાં ઠરાવ કરી બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે જેથી જિલ્લાની અન્ય સામાજિક સંસ્થાઓને પણ બીજી કોઈ સ્કૂલ દત્તક લેવા માટે પ્રોત્સાહન મળી રહે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application