માંડવી તાલુકાના અંતરિયાળ ગામ જૂનાકાકરાપાર ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા 3 કરોડ 77 લાખના ખર્ચે બનનારા 3 રસ્તાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં દાઢવાડા મુખ્ય રસ્તાથી જૂનાકાકરાપાર ડેમ સુધીનો એપ્રોચ રોડ 3 કરોડ 6 લાખનો રસ્તો, રાકેશભાઈના ઘરથી બગલાટોઈ’ફળિયાને જોડતો નહેરવાળો રસ્તો 49 લાખ રૂપિયા અને નારવા ફળિયાનો રસ્તોના બાંધકામ માટે 22 લાખ એમ એમ કુલ મળીને 3 રસ્તાઓના 3 કરોડ 77 લાખ રૂપિયાના રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જૂનાકાકરાપાર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને માંડવી તાલુકા ભાજપ મહામંત્રી અતિષભાઈ ચૌધરી, બાંધકામ શાખાના મુખ્ય ઇજનેર બાબુલભાઈ, માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી પ્રવીણભાઈ ચૌધરી, સરપંચ એસોસિએશનના પ્રમુખ છનાભાઈ વસાવા, માંડવી તાલુકા જિલ્લા મંત્રી ચંદુભાઈ ચૌધરી, વિપક્ષ નેતા અનિલભાઈ વસાવા, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, સરકૂઈ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ ચૌધરી, જુનાકાકરાપાર ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના વડીલો હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500