માંડવી તાલુકાનાં ગોદાવાડી ગામે જીઇબીની લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં લાગેલી આગમાં શેરડી બળી જતાં ખેડૂતોને મોટું નુકશાન પહોંચ્યું છે. સ્થાનિક લોકો દોડી આવી આગને આગળ વધતી અટકાવતાં અન્ય ખેડૂતોનો પાક બચી ગયો હતો. મળતી માહિતી મુજબ, માંડવીનાં ગોદાવાડી ગામે ગતરોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં ઊનથી ગોદાવાડી રોડ તથા ગૂંદી ફળિયા વિસ્તારના ખેતરો માંથી પસાર થતી વિજ લાઈનોમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ઊભેલી શેરડીમાં આગ લાગી ગઈ હતી. ગોદાવાડી ગામે લાગેલ આગને અટકાવવા માટે સ્થાનિક રહીશોએ જાણે મરણિયા પ્રયાસ કર્યા હતા 2 ખેતરો વચ્ચે સાફ સફાઈ કરવા ઉપરાંત આજુબાજુ રહેલી પાણીની સુવિધાથી આગને કાબુમાં લીધી હતી તેમ છતાં પણ શેરડીનો પાક બળી ગયો હતો.
જેમાં નટવર પટેલના 3 એકરમાં, સોમા પટેલના 1 એકરમાં, જગજીવનદાસ પટેલ 1.2 એકરમાં, રાજુ પટેલ 1 એકરમાં, હસમુ પ્રજાપતિના 2 એકરમાં, ગુલાબબેન પટેલ ૦.2 એકરમાં અને ગજેન્દ્ર પટેલના 00.3 એકરમાં આમ કુલ મળી 7 જેટલા ખેડૂતોની 9 એકર જમીનમાં ઉભેલી શેરડીના પાકમાં આગ લાગી ગઈ હતી જેથી ખેડૂતોની ભારે નુકશાન થવા પામ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500