સુરત શહેરમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાનગી સિક્યુરીટીના સંચાલકો માટે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં અનુસાર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં સિક્યુરીટી કંપની ચલાવતા માલિકો/સંચાલકોએ તેઓની કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની સંપુર્ણ માહિતી પોલિસ કમિશ્નરની કચેરી ખાતે લાયસન્સ બ્રાંચમાં આપવાની રહેશે. તેમજ આ વિગત જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આપવાની રહશે.
આવા પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સનું વેરીફીકેશન પોલિસ મારફતે કરવામાં આવે તે દરમિયાન નોટીસ મળ્યાથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા તેનું હથિયાર તથા લાયસન્સ જે તે સિક્યુરીટી કંપની કે ખાનગી પેઢી/ફેક્ટરી વિગેરે સ્થળોના માલિકે રજુ કરવાની રહેશે. આ ઉપરાંત ખાનગી સિકયુરીટી કંપની ચલાવતા સંચાલકોએ તેમની કંપનીમાં બિનહથિયાર ધારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જેતે વિસ્તારના પોલિસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ જાહેરનામું તા.૨૪/૦૩/૨૦૨૩ અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application