Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતનાં સસ્તા અનાજની દુકાનોનાં સંચાલકો આગામી 2જી ઓક્ટોબરે હડતાલ પર, જાણો કારણ....

  • September 28, 2022 

રાજ્યભરમાં આવેલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે કમિશન વધારવા સહિતની માંગણીઓ રજુ કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઇ હકારાત્મક ઉત્તર નહીં આપતા આગામી તા.2જી ઓક્ટોબરે ગાંધી જંયતીથી આ સંચાલકો હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. જેમાં ગાંધીનગર જિલ્લાનાં 750થી વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો પણ જોડાશે. સરકરા દ્વારા રાહતદરે આપવામાં આવતા અનાજ અને કેરોસીન પુરૂ પાડવાની જવાબદારી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનોના માથે રહેલી છે.




ત્યારે કોરોનાકાળ દરમિયાન સેવાઓ પુરી પાડીને 68થી વધુ સંચાલકો કોરોના સંક્રમિત થઇને મોતને ભેટયાં હતા ત્યારે ફેર પ્રાઇઝ શોપ ઓનર્સ એસો. દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે કે, હાલમાં રાજ્યની 60 ટકા દુકાનો સાથે 300થી ઓછા કાર્ડધારકો જોડાયેલા છે જેને મહત્તમ 10 હજાર જેટલું સામાન્ય કમિશન મળે છે આ રકમમાંથી સંચાલકે ઓપરેટરને મજુરી ખર્ચ, દુકાનભાડું, લાઇટબીલ સહિતનો ખર્ચ કરવો પડે છે.





જેથી લધુત્તમ વેતન વિથ ફિક્સ કમિશનની નીતિ લાવવા માટે માંગણી કરાઇ છે. તો તોલાટ અને ઓપરેટર માટે પણ રકમ મંજુર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. અગાઉ વિતરણ સમયે ઘઉ-ચોખા-ખાંડમાં ઘટ મજરે મળતી હતી નવેમ્બર 2018થી આ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે અને દર કિલોએ 50 રૂપિયા વસુલવાનો પરિપત્ર પણ રદ કરવા માંગણી કરાઇ છે. કોરોના દરમિયાન મૃત્યુ પામેલા સંચાલકોને 25 લાખની સહાય ચુકવવા માટે પણ અગાઉ રજુઆત કરાઇ હતી. આ માંગણીઓ સત્વરે ઉકેલવામાં નહીં આવે તો આગામી 2જી ઓક્ટોબરને ગાંધીજયંતીથી ગાંધીનગર જિલ્લાની 750 સહિત સમગ્ર ગુજરાતના સંચાલકો હડતાલ ઉપર ઉતરી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application