લાલ દરવાજા નલીયા શેરી પાસે સાચી કોમ્પ્લેક્ષમાં આવેલ જીઓ મોબાઈલ સ્ટોરની દુકાનના સ્ટોર મેનેજરે નવ દિવસ દરમ્યાન થયેલા વકરાના તેમજ મોબાઈલ,ઍસેસરીઝના વેચાણના કુલ રૂપિયા ૧૭.૧૩ લાખ કંપનીમાં જમા નહી કરાવી પોતાના અંગત કામોમાં વાપરી નાંખી ઉચાપત કરી હતી.
મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ પાંડસરા અંબીકા નીકેતનમાં રહેતા અભિલાખ સત્યપ્રકાશ સિંઘ (ઉ.વ.૩૦) મોબાઈલ જીઓ કંપનીમાં ઍરિયા મેનેજર તરીકે નોકરી કરે છે. અભિલાખે ગઈકાલે તેમની લાલ દરવાજા પાછળ રૂઘનાથપુરા નલીયા શેરીમાં સાચી કોમ્પ્લેક્ષમાં આવેલા જીઓ સ્ટોરની દુકાનમાં સ્ટોર મેનેજર મો,સાજીદ યુસુફ ડાભી (રહે, ગાયત્રીનગર સોસાયટી કઠોર રોડ સાયણ ) સામે રૂપિયા ઉચાપતની ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપી મો,સાજીદે નોકરી દરમિયાન ગત તા ૧૦ જુનથી ૧૯ જુન દરમ્યાન નવ દિવસમાં દુકાનના કાઉન્ટરમાંથી વકરાના રોકડા ૭.૧૩ લાખ, મોબાઈલ અને ઍસેસરીઝના મળી કુલ રૂપિયા ૧૭,૧૩,૩૫૮ કંપનીમાં જમા નહી કરી પોતાના અંગત કામોમાં વાપરી નાંખી ઉચાપત કરી હતી. આરોપીઓ બોક્ષમાંથી ઓરીજનલ મોબાઈલ કાઢી નાંખી તેના બદલામા ડમી મોબાઈલ મુકી દીધા હતા જોકે મો.સાજીદનું ભોપાળુ ઓડિટમાં બહાર આવી જતા પોતે ઉચાપત કરી હોવાનુ સ્વીકાર્યું હતુ.બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500