Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં હરિપુરા ગામની સીમમાં યુવકનાં ગળાના ભાગે કટરથી હત્યા કરનારને ઝડપી પાડ્યો

  • January 12, 2025 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હરિપુરા ગામની સીમમાં વિધાતા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે ગૌચરની જમીનમાં અવાવરુ જગ્યાએથી અજાણ્યા યુવકની ગળાના ભાગે કટરથી હત્યા કરી મોઢું પથ્થરથી છુંદી દીધેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે મૃતકની ઓળખ કરી હત્યારા સુધી પહોંચી ગઈ હતી. પોલીસે હત્યારાની ધરપકડ કરતા તેણે તેના ભાઈનું મૃતક યુવકની ભત્રીજી સાથે અફેર હતું પરંતુ તેના ભાઈનું ચાર માસ પહેલા અચાનક મોત થતાં તેનો બદલો લેવા હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મળતી માહિતી અનુસાર, પલસાણાના હરિપુરા ગામે વહેલી સવારે માલધારી ગૌચરની જમીનમાં પશુ ચરાવવા ગયો હતો.


ત્યારે તેમને અવાવરુ જગ્યાએ હરિપુરા જતાં આંતરિક રસ્તાથી ૫૦૦થી ૭૦૦ મીટર દૂર એક અજાણ્યા યુવકનો મૃતદેહ નજરે પડતાં તેમણે નજીકમાં આવેલી એક લારી ઉપર જાણ કરી હતી. જેથી ગામના માજી સરપંચને આ અંગે જાણ થતાં તેમણે કડોદરા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકની ગળાના ભાગે કટર ફેરવી હત્યા કરી ઓળખ છુપાવવા મોઢુ છુંદી નાંખ્યું હતું. લાશ પાસેથી મોબાઈલનું કવર મળી આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લાની એલસીબી., એસઓજી સહીત પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજનાં આધારે પોલીસ મૃતકના પરીવાર સુધી પહોંચી ગઈ હતી.


મૃતકનું નામ છોટકુ ઉર્ફે તેની ઉર્ફે કમલ સુમેરા પ્રજાપતિ (ઉ.વ.૩પ., રહે.કડોદરા સરદાર હાઉસીંગ સોસાયટી મુળ રહે.યુપી) તરીકે ઓળખ થઈ હતી. પોલીસે વરેલી ગામ સહીતના આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે હત્યાનો ભોગ બનેલા યુવક સાથે એક ઇસમ હોવાનું સીસીટીવી ફુટેજમાં સામે આવ્યું હતું. આ ફુટેજ મૃતકના પરીવારજનોને બતાવતા તેઓએ તેની ઓળખ કરી નરેન્દ્ર ઉર્ફે ભુરીયા જગમોહન બ્રીજલાલ વર્મા (ઉ.વ.૧૮., રહે.કડોદરા ક્રિષ્ણાનગર, મુળ રહે. ઉત્તરપ્રદેશ) તરીકે કરી હતી. નરેન્દ્રને પોલીસે કડોદરા ખાતેથી ઝડપી પાડી તેની સઘન પુછપરછ કરતા પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હત્યાનું કારણ પુછતા તેણે જણાવ્યું હતું કે મૃતકની ભત્રીજી સાથે હત્યારાના ભાઈનું અફેર હતું. તે ચાર માસ પહેલા હત્યારા નરેન્દ્રના ભાઈનું અગમ્ય કારણો સર મોત નીપજ્યું હતું. જેની અદાવત રાખી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application