મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બુહારી ગામે સડક ફળિયામાં વાલોડ-બુહારી રોડ પર અજાણ્યા વાહન અડફેટે આવતાં શખ્સનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડનાં બુહારી ગામનાં સડક ફળિયામાં રહેતા જગદીશભાઈ નાનુભાઈ હળપતિ (ઉ.વ.૫૦)નાઓ ગત તારીખ ૨૨/૦૨/૨૦૨૫ નારોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે દાદરીયા સડક ફળીયા ખાતે રહેતા હરેશભાઈના ઘરેથી પરત બુહારી સડક ફળીયા ખાતે ઘરે આવવા નીકળેલ હતા. તે સમયે બુહારી સડક ફળીયામાં વાલોડ-બુહારી રોડ પર મોહનભાઈ પંચોલના ખેતરની સામે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જગદીશભાઈને પાછળથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો.
જોકે આ અકસ્માતમાં જગદીશભાઈને માથામાં તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું નવી સીવીલ હોસ્પીટલ સુરત ખાતે સારવાર દરમિયાન તારીખ ૨૩/૦૨/૨૦૨૫ નારોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાળીદાસ નાનુભાઈ હળપતિએ તારીખ ૨૫/૦૨/૨૦૨૫ નારોજ વાલોડ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500