સુરત જિલ્લાનાં કામરેજ ગામ ખાતે ૪૫ વર્ષીય શખ્સનું ખેંચ આવવાનાં પગલે જેમનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, કામરેજ ગામ ખાતે ભૈરવ કોલોનીમાં રહેતા ૪૫ વર્ષીય રમેશભાઈ અર્જુનભાઈ યાદવ પોતાનાં ઘરનાં ઓટલા પર ઉભા હતા. જે દરમ્યાન રમેશભાઈને અચાનક ખેંચ આવી જતા તેઓ બેભાન થઈને નીચે પડી ગયા હતા. રમેશભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષીત કર્યા હતા. બનાવ અંગે કામરેજ પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application