Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડના તિથલ રોડ પરના ATMમાંથી પૈસા ઉપાડનાર હરિયાણાથી ઝડપાયો

  • January 16, 2025 

વલસાડના તિથલ રોડ પરના બી.ઓ.બી.ના એ.ટી.એમ.માંમાંથી પૈસા ઉપાડવા ગયેલા ઉંટડી ગામના રહીશનું એ.ટી.એમ. કાર્ડ બદલીને ખાતામાંથી કુલ રૂ.૪.૦૬ લાખ ઉપાડી લેવાના ગુનામાં વલસાડ સિટી પોલીસે આરોપીને હરિયાણાથી ઝડપી પાડીને તમામ રોકડ રકમ કબજે કરી હતી. મળતી માહિતી મુજબ, ઉંટડી ગામના સુથાર ફળિયામાં રહેતી ઉર્મિલાબેન પટેલના દુબઈ ખાતે નોકરી કરતા પતિ રમેશભાઈ બચુભાઈ પટેલ વલસાડ ખાતે આવ્યા બાદ તા.૨૧-૧૧-૨૪ના રોજ તેઓ પરત દુબઈ જવાના હોવાથી તિથલ રોડ પર સ્થિત બેંક ઓફ બરોડાના એ.ટી.એમમાં ગયા હતા.


જ્યાં હાજર ત્રણ ચીટરોએ રમેશભાઈને એ.ટી.એમ.માંથી નાણાં ઉપાડવામાં મદદરૂપ બનવાનો ડોળ કરીને તેમની નજર ચૂકવી તેમનો એ.ટી.એમ. કાર્ડ સિફતપૂર્વક બદલી નાંખ્યો હતો. દરમિયાન રમેશભાઈને ૨૦,૦૦૦ રૂપિયા ઉપાડવામાં મદદ કરી હતી. તે પછી રમેશભાઈ દુબાઈ ચાલ્યા ગયા હતા. દરમિયાનમાં ઉર્મિલાબેનને નાણાંની જરૂર પડતા તેઓ ગત તા. ૨૫-૧૧-૨૪ના રોજ બેંકમાં ગયા હતા. આ સમયે તેમના ખાતામાં માત્ર ૪૦ રૂપિયા જ બેલેન્સ હતુ. આથી ગભરાઈ ગયેલી મહિલાએ ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવ્યું તો તા. ૧૯થી ૨૧-૧૧-૨૪ દરમિયાન તેમના ખાતામાંથી અલગ-અલગ જગ્યાએથી કુલ રૂ. ૪.૨૬,૦૩૮ ઉપડી ગયા હતા.


આમ એ.ટી.એમ. સેન્ટર પાસે ઊભેલા ગઠિયાઓએ ઉર્મિલાબેનના પતિને છેતરીને તેમનો એ.ટી.એમ. કાર્ડ બદલી કાઢ્યો હોવાનો સમગ ઘટનાક્રમ સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જોકે નેતૃત્વ હેઠળ ડી-સ્ટાફના પી.એસ.આઈ. સહિતના સ્ટાફે તપાસ આદરી હતી. જેમાં ટેફક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી જિતેન્દર ઉર્ફે રાજેશ રથબીર માહલા (ઉં.વ. ૪૪, રહે. ૬૦૨, ભાટિયા કોલોની, હાંસી, જિ. હિસ્સાર, હરિયાણા)ને પકડી પડાયો હતો. આ સાથે જ તેની પાસેથી ચોરીના રૂ. ૪,૦૬,૦૩૮, એક હ્યુન્ડાઈ કાર, મોબાઈલ મળી કુલ રૂ. ૯,૧૧,૦૩૮/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઉપરાંત આરોપી પાસેથી અલગ-અલગ બેંકના કુલ ૯૯ એ.ટી.એમ. કાર્ડ પણ મળી આવ્યા હોવાનું ડી.એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application