નિઝરનાં વાંકા ચાર રસ્તા પાસે આઇસર ટેમ્પો ચાલુ થતો ન હોવાથી પાછળથી ધક્કો મારીને ચાલુ કરાવવાની કોશિશ કરતા બે ઇસમો પૈકી એકને ટેમ્પોનાં ચાલકે બેદરકારીથી રિવર્સ લઈ અડફેટે લેતા શખ્સનું મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં વાંકા ચાર રસ્તા પાસે પરી હોટલની સામે નિઝર-વ્યાવલ રોડ ઉપર ગત તારીખ 24/06/2024નાં રોજ આઈસર ટેમ્પો નંબર MH/48/AY/8686ને જયેશ ધનરાજ પાટિલ તથા ક્લીનર પ્રવીણ રવીન્દ્ર પાટિલ પાછળથી ધક્કો મારી રહ્યા હતા. તે દરમિયાન આઈસર ટેમ્પોનાં ચાલક આમુલ બાડુ દેસલે (રહે.બાંભોરી, તા.ધરનગાંવ, જિ.જલગાંવ)નાંએ ટેમ્પાને રિવર્સ લેતા જયેશ ધનરાજ પાટિલ (રહે.બાંભોરી, તા.ધરનગાંવ, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર) કચડાઈ ગયો હતો. જેને માથાનાં ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે ટેમ્પો ચાલક સામે નિઝર પોલીસ મથકે પ્રવીણ પાટિલે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application