Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેલેરિયા મુક્ત અભિયાન-2022 : વલસાડ જિલ્લાનાં 3.50 લાખ ઘરોમાં સર્વેલન્સ કામગીરી શરૂ કરાઈ

  • June 10, 2022 

જુન માસ મેલેરિયા વિરોધી માસ તેમજ વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી અંતર્ગત ચોમાસાની સિઝન દરમ્યાન વાહકજન્ય રોગોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે જેને અટકાવવા માટે ચાલુ વર્ષે WHO દ્વારા વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનત્તમ સંવાદ હાથ ધરીએ અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત જુન માસને મેલેરિયા વિરોધી માસ તેમજ જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.



જે અંતર્ગત વલસાડ જિલ્લાની આશરે 18 લાખની વસતીના અંદાજીત 3.50 લાખ ઘરોમાં આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનો દ્રારા સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવેલ છે સાથે આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનો દ્વારા એન્ટી લાર્વલ એકટીવીટી કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગત વર્ષે સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી અંદાજીત 16000 જેટલી દવાયુકત મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ મેલેરિયા અને ડેન્ગ્યુને અટકાવવા માટે જરૂરી કાળજી રાખવા અંગે જણાવ્યું કે, ઘર અને કાર્યસ્થળની આજુ-બાજુ પાણી સંગ્રહ કરવાનાં પાત્રો હવાચુસ્ત રીતે બંધ રાખવા, એ.સી.અને કુલરની ટ્રે તેમજ છોડના કુંડા, પક્ષીઓને પીવાના પાણીના કુંડા દર ત્રણ દિવસે સાફ કરવા,



અગાસી અને છજામાં વરસાદી પાણી ન ભરાય તેની તકેદારી રાખવી, સિમેન્ટની ટાંકી, સીડી નીચે આવેલા ટાંકા, બેરલ પીપ વિગેરને ઢાંકીને રાખવા તેમજ આજુબાજુ ટાયર, ડબ્બા, બિનજરૂરી ભંગારનો નિકાલ કરવો, સંધ્યા સમયે ઘરના બારી દરવાજા બંધ રાખવા, મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો, પૂરુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં લીમડાનો ધુમાડો તેમજ મચ્છર વિરોધી અગરબત્તીનો ઉપયોગ કરવો, પાણીના મોટા સ્ત્રોતો જે ઢાંકી શકાય તેમ ન હોય તેમાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકાવવી.



જો કોઇ વ્યક્તિને તાવ આવતો હોય તો ફીવર હેલ્પલાઇન નં.104માં ફોન કરવો અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવવી તેમજ રોગ અટકાયતી કામગીરી માટે આવતા આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોને જરૂરી સાથ સહકાર આપવો. આ કામગીરીને ઝુંબેશના રૂપે હાથ ધરી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રચાર પ્રસારની કામગીરી પણ કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application