રિંગરોડ સાગર શોપીંગ સેન્ટરમાં મલાની ટ્રેડીંગ કંપનીના નામે કાપડ દલાલીનું, આડતનું અને મોટા પાયે કાપડનો વેપાર કરતા મલાની પિતા-પુત્રએ ૧૭ જેટલા વેપારીઓ પાસેથી કુલ રૂપિયા ૩૮.૧૦ લાખનો સાડી સહિતનો માલ ઉધારમાં ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી વેપારીઓને ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત એવી છે કે વેસુ નંદની-૧ની પાસે સંગાર રેસીડેન્સીમાં રહેતા મહેશચંદ્ર પુત્તુલાલ જૈન (ઉ.વ.૫૯) રિંગરોડ રઘુકુલ ટેક્ષટાઈલ માર્કેટમાં અપર ફ્લોરમાં આદિનાથ સારીઝના નામથી ધંધો કરે છે. એપ્રિલ ૨૦૧૪માં રિંગરોડ સાગર શોપીંગ સેન્ટરમાં મલાની ટ્રેડીંગ કંપનીના નામથી કાપડ દલાલ આડતનું અને કાપડનો ધંધો કરતા સુશીલ મલાની અને ગોવિંદ સુશીલ મલાની (રહે, મેઘા ટાવર-૧ ભટાર)એ મહેશચંદ્ર જૈન પાસેથી રૂપિયા ૩,૯૦,૮૯૨નો જયારે અન્ય ૧૬ વેપારીઓ પાસેથી મળી રૂપિયા ૩૪,૨૦,૧૦૫ મળી કુલ રૂપિયા ૩૮,૧૦,૯૯૭ નો માલ ઉધારમાં ખરીદ્યો હતો.
નક્કી કરેલ સમય મર્યાદામાં મલાની પિતા-પુત્રએ પેમેન્ટ નહી ચુકવતા મહેશચંદ્ર દ્વારા ઉઘરાણી કરતા પિતાપુત્રએ પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહી આપી ઉશ્કેરાઈને પેમેન્ટ આપવાની ના પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીઓ્ તેઓ જે પાર્ટીઓને માલ આપ્યો હતો તે પાર્ટી પાસેથી પેમેન્ટની વસુલાત કરી લીધી હતી પરંતુ વેપારીઓને તેમના માલનુ પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હોવાનુ બહાર આવતા ગતરોજ મહેશચંદ્રએ ફરિયાદ કરતા સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500