જૂનાગઢના પૂર્વ નગર સેવક શશીકાંત દવે એ વડાપ્રધાન અને પત્ર લખી એવી માંગણી કરી છે કે મુંબઈ કેશોદ મુંબઈ ઉડાન સમયમાં ફેરફાર કરવાથી યાત્રિકોને મુસાફરી દરમિયાન ફાયદાઓ થશે ખાસ કરીને કેશોદ આવતી ફ્લાઈટ મુંબઈથી સવારે 9:00 વાગે ઉપડે તો આ તરફ આવતા તમામ લોકોને બધી રીતે ફાયદો થાય એમ છે તેમણે વધુમાં જણાવ્યું છે કે વિદેશથી ભારત આવતા વિમાન પ્રવાસીઓ મોટાભાગે વહેલી સવારે 4:00 થી 6:00 વાગ્યા વચ્ચે જ મુંબઈ એરપોર્ટ ઉતરતા હોય છે બે કલાક ઇન્ટરનેશનલ એરપોર્ટથી ડોમેસ્ટિક એરપોર્ટ પહોંચતા લાગે તો સવારે પાંચ થી આઠ વાગ્યા સુધીમાં વિદેશથી આવતા યાત્રીકોને કેશોદની ફ્લાઈટ પકડવી સહેલી પડે વિદેશથી આવેલ પ્રવાસી સાસણ ગીર વેરાવળ ઉના વગેરે કેશોદની 100 કિમીની ત્રિજ્યામાં જ્યાં પહોંચવું હોય ત્યાં ઝડપથી પહોંચી જાય.
જેથી મુંબઈ કેશોદ વચ્ચે ઉડાનનો સમય મુંબઈથી સવારે 9:00 વાગે રાખવામાં આવે તો મુંબઈથી બેઠેલા કોઈપણ યાત્રિકો ઉપરોક્ત સ્થળે બપોરે 12 વાગ્યે પહોંચી જાય આથી હોટલ કે ઉતારાઓમાં યાત્રિકોને ચેક ઇન કે ચેક આઉટ માં ફાયદો થશે વળી કેશોદ થી મુંબઈ જનારા યાત્રિકો ચેક ઇન ટાઈમમાં પહોંચી જતા તેમને પણ ફાયદો થશે આ સાથે મુંબઈ કેશોદ વચ્ચેની ફ્લાઈટને સુરત એરપોર્ટ સાથે જોડી દેવામાં આવે તો અઠવાડિયામાં ચાર દિવસનું ઉડાન મુંબઈ સુરત કેશોદ થઈને મુંબઈ અને ત્રણ દિવસ મુંબઈ કેશોદ સુરત થઈને મુંબઈ આ પ્રમાણે કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી સુરત જતો યાત્રી કેશોદથી સુરત જતો થઈ જાય તેથી સૌરાષ્ટ્રના નેશનલ હાઇવે પર થતો સુરતનો ટ્રાફિક ઘટશે અને પેટ્રોલ બચશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application