બિહારથી એક મોટી ટ્રેન દુર્ઘટનાના સર્જાઈ છે. નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12506માં આ દુર્ઘટના સર્જાઈ છે. જયારે રાત્રે 9.45 વાગ્યે દાનાપુર-બક્સર રેલવે સેક્શન પર રઘુનાથપુર રેલવે સ્ટેશન નજીક ટ્રેન પાટા પરથી ઉતારી જતા દુર્ઘટના થઇ હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડુમરાઓના એસ.ડી.ઓ. કુમાર પંકજ અને બ્રહ્મપુર પોલીસ સ્ટેશન રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સામાન્ય લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે, રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે પોઈન્ટ બદલતી વખતે ટ્રેનમાં જોરદાર આંચકા અનુભવાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, રઘુનાથપુર પશ્ચિમ ગુમતી નજીક જોરદાર અવાજ સાથે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી અને પલટી ગયા. થોડી જ વારમાં ડબ્બામાં પેસેન્જરોની ચીસો સંભળાઈ. આ મામલે તરત જ ગામ લોકો દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી અને રેલવેના અધિકારીઓ પણ દુર્ઘટનાની જાણ થતા તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જયારે સુત્રો પાસેથી મળતા અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
એક ડબ્બો બીજા ડબ્બા પર ચડી જતા ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. કુલ 100 મુસાફરો ઘાયલ થયા છે. જોકે કેટલા મુસાફરોના મોત થયા અને કેટલા ઘાયલ થયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. વધુમાં રેલવેએ જાહેર હેલ્પલાઈન નંબર કાર્ય છે જેમાં, પટના-9771449971, દાનાપુર-8905697493, આરા-8306182542 અને કંટ્રોલ નંબર–7759070004.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500