ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. સ્થળ પરથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી. જેના કારણે નજીમાં કામ કરી રહેલા કર્મચારીઓને ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટના બાદ ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમે પણ સ્થળ પર પહોંચી બ્લાસ્ટના કારણ અંગે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application