ઝીલકુમાર/મહુવા : મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોથલી ખુર્દ ખાતે રહેતા રેખાબેન રમેશભાઈ વસાવે હાલ મહુવા તાલુકાના બોરીયા ગામે નહેર નજીક પાંચ દરવાજા પુલ પાસે સુગરના પડાવમા પોતાના પરિવાર સાથે રહે છે.જે શુક્રવારના રોજ બોરીયા ગામની સીમમાં કાકરાપાર ડાબા કાંઠા નહેર પર ન્હાવા માટે તેમજ કપડા ધોવા માટે ગયા હતા. તે દરમિયાન અકસ્માતે મહિલાનો પગ લપસી જતા નહેરના ઉંડા પાણીમાં પડી ડૂબી ગઈ હતી.
સાંજ સુધી ઘરે પરત ન આવતા તેમના પતિ રમેશભાઈ વસાવે દ્વારા નહેર નજીક શોધખોળ હાથ ધરતા નહેર પરથી તેમના કપડા મળી આવ્યા હતા અને ત્યાંથી થોડે દુર બોરીયા ગામની સીમમાં કાકરાપાર ડાબા કાંઠા નહેરના પાણીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટના અંગે મૃતક મહિલાના પતિ દ્વારા મહુવા પોલીસને જાણ કરાતા મહુવા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application