સુરત જિલ્લાના મહુવા સુગર ફેકટરીમાં વર્ષ ૨૦૧૪માં ગાજેલાï ભંગાર કૌભાંડમાં પ્રમુખ માનસીંગ પટેલને હાઈકોર્ટે તેડુ મોકલતા સહકારી ક્ષેત્રે ભારે ખળભળાટ મચ્યો છે. માનસીંગ પટેલે જેતે સમયે ફેકટરીના ડિરેકટરો કે બોર્ડમાં મીટીંગમાં જાણ ન કરી બારોબાર વજન કે ચલણ બનાવ્યા વગર મેનેજીંગ ડિરેકટર સાથેના મેણાપીપણામાં તેના મળતીયા ઍવા વિશાલ કોર્પોરેશનને વેચી નાંખી રોકડી કરી લીધી હોવાનું આક્ષેપ સાથેની ફરિયાદ કરવામાં આવી હતી જે અનુસંધાને હાઈકોર્ટ દ્વારા માનસીગ પટેલને આગામી તારીખ ૨૫મી નવેમ્બરના રોજ હાજર થવા માટે આદેશ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે મહુવા સુગરના સભાસદ ગુણવતભાઈ નરોત્તમભાઈ વહિયા (રહે, બામણીયા ગામ મહુવા) એ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ અને ખાંડ નિયામક ગાંધીનગર ને લેખિત માં જાણ કરી મામલાની તપાસ કરવા ની ઉગ્ર માંગણી કરાઇ હતી તેમ છતાં સત્તા ની આડ માં માનસિંહ પટેલે સમગ્ર મામલા ઉપર ઢાંક પિછોડો કરી મામલો રફે દફે કરવાની કવાયત હાથ ધરી હતી પરંતુ ત્યાર ના જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓએ નિષ્પક્ષ તપાસ કરતાં પોતાના તા. ૧૬/૦૯/૨૦૧૬ ના રોજ ના રીપોટ માં માનસિંહ પટેલ ને દોશી ગણાવી માનસિંહ પટેલ ઉપર સહકારી કાયદાની કલામ ૭૬-બ મુજબ ની કાર્યવાહી કરવા સ્પસ્ટ જણાવવા માં આવ્યું હતું.
ત્યાર બાદ ઉપરોક્ત બાબતે ખાંડ નિયામક દ્વારા કોઇ કાર્યવાહી નહીં થતાં સભાસદ ગુણવંત નરોત્તમભાઈ વહિયાએ એડવોકેટ અર્ચિત પી જાની મારફતે હાઇકોર્ટ મા એસસીએ ૭૬૯૬ ઓફ ૨૦૨૦ દાખલ કરતાં હાઇકોર્ટે ચાર અઠવાડીયામાં કાર્યવાહી કરવા ખાંડ નિયામકને હુકમ કરતાં સહકારી કાયદાની કલામ ૭૬-બ ની કાર્યવાહી થી બચવા મહુવા સુગરના પ્રમુખ માનસિંહ પટેલે તાત્કાલિક ખોટી પ્રક્રિયાથી મહુવા સુગરના સભ્યપદે થી રાજીનામું ધરી દીધુ હતું અને ત્યાર બાદ ફરીથી સુગર ફેક્ટરીની ચુટણીમાં ભાગ લઇ પોતે સંસ્થાના પ્રમુખ તરીકે બિરાજમાન થયા ત્યારે ભંગાર કાંડમાં પોતાના મળતીયા ત્યારના મેનેજિંગ ડિરેક્ટર જાધવ જે વય મર્યાદા ના કારણે નિવૃત હોય તેમ છતાં એમને ફરી પાછા સત્તા પર આરૂઢ કરી મલાઇદાર વહીવટ ચાલુ કરતાં સુગરના સભાસદ ગુણવંતભાઈ દ્વારા ફરી પાછા હાઇકોર્ટ ના દરવાજા એસસીએ ૧૫૯૯૨ ઓફ ૨૦૨૧ થી ખખડાવતા માનસિંહ પટેલ ને ગત રોજ તા. ૨૭/૧૦/૨૦૨૧ ના ઓરલ હુકમ થી તા. ૨૫/૧૧/૨૦૨૧ ના રોજ હાઇકોર્ટ ખાતે અચૂક હાજર રહેવા નો હુકમ કરતાં સહકારી આલમ માં ભૂકંપ જેવી પરિસ્થિતી સર્જાઇ છે.
સમગ્ર બાબતે માનસિંહ પટેલ ફરી પાછું રાજીનામું આપી મહુવા સુગર ના સભાસદો અને હાઇકોર્ટ ને ગુમરાહ કરે એવી સંભાવના સેવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025