Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુઆ મોઈત્રા પર પૈસા અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લાગ્યો, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની બહાર જ વિપક્ષને માર્યો હતો ટોણો

  • December 04, 2023 

હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીતથી ભાજપ ભારે ઉત્સાહિત હતો. આ વચ્ચે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે ફરી મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. જેના પગલે સંસદની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલા સંસદના સત્રની શરૂઆતમાં જ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે નિયમોના ઉલ્લંઘનની કોઈને મંજૂરી નહીં મળે. સંસદમાં પ્લેકાર્ડ્સ બતાવવાની કોઈને છૂટ નથી.



સત્ર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સાથે કેશ ફોર ક્વેરી કેશમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ રજૂ કરવામાં આવવાનો છે જેને લઈને હોબાળો મચે તેવા સંકેત પહેલાથી મળી ગયા હતા. મહુઆ મોઈત્રા પર પૈસા અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લાગ્યો છે. સંસદનું શિયાળુ સત્રમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા. પરિણામ ઉત્સાહજનક હતા. આ એમના માટે હતા જે સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કમિટેડ છે. તેમણે વિપક્ષ સામે નિશાન તાકતાં કહ્યું કે હું વિપક્ષી દળોને કહેવા માગુ છું કે તેઓ હારનો ગુસ્સો સંસદમાં ન કાઢે અને ખોટો હોબાળો કરીને સંસદની કાર્યવાહીને ખોરવવાનો પ્રયાસ ન કરે.  તેમણે વિપક્ષને કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ સત્ર આપણા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે અને આ મોકો આપણે હાથમાંથી જવા ન દેવો જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application