મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર રૂપિયા ૩ હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાયો છે. જેને લઇ લાંચીયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર એસીબીને ફરીયાદ કરનાર ભાઈના પુત્રનું હયાતીમાં નામ દાખલ કરવા માટે ફરિયાદીએ જરૂરી કાગળો કરી મામલતદાર કચેરી કડાણા ખાતે જઈ સર્કલ ઓફિસરને આપેલ જેથી સર્કલ ઓફિસરએ હયાતીમાં નામ દાખલ કરવા અંગે કાચી નોંધ પાડેલ અને પાકી નોંધ પાડવા સારું ફરિયાદી પાસે રૂ.૩૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, કડાણા મામલતદાર કચેરીનો લાંચીયો સર્કલ ઓફિસર હિતેશભાઈ જેઠાભાઈ પંચાલએ કચેરીના ચેમ્બરમાં જ રૂા.૩,૦૦૦/- ની લાંચ માંગી, સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. હાલ આ આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application