Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડો.બાબા સાહેબ આંબેકટર ભવન ખાતે “નારી વંદન ઉત્સવ-2023”નાં ભાગ રૂપે “મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજવણી કરવામાં આવી

  • August 04, 2023 

ડો.બાબા સાહેબ આંબેક્ટર હોલ ખાતે "નારી વંદન ઉત્સવ" નિમિત્તે "મહિલા સ્વાવલંબન દિવસની" ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગાર માર્ગદર્શન સેમીનાર યોજાયો. મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય વિભાગો/કચેરીઓ મારફતે મેળવેલ સ્વરોજગાર તેમજ રોજગાર, જિલ્લાની મહિલાઓના સન્માન તેમજ રોજગાર મેળવવા માંગતા મહિલાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વર્ષાબેન દેશમુખ મહિલા અને બાળ રમતગમ્મત અને યુવા પ્રવૃતિના ચેરમેનના અધ્યકક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને ઉજાગર કરવા રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ 'નારી વંદન ઉત્સવ'ની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી રહી છે.



જે અંર્તગત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ ૧ લી થી ૭મી ઓગસ્ટ સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ થશે. તેને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં ત્રીજા દિવસે "મહિલા સ્વાવલંબન દિવસ" તરીકે ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં નાટકના સપ્તરંગી મેધધનુષ અને સપ્ત નાટય શૃંખલાઓ અંર્તગત “અમે હવે ગરીબ નથી રહ્યા” મહિલા સ્વાવલંબન થીમ પર નાટક યોજવામાં આવ્યા હતું. જેનો ઉદ્દેશ મહિલા સ્વાવલંબન અને સશક્તિકરણનું મહત્વ સમજાવવાનો હતો. સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દરેક મહિલાએ પોતાને મળતા સમયમાં પોતાનામાં રહેલી શક્તિનો વિકાસ કરવો જોઈએ. આ સરકારની નિતીઓને કારણે આવનારા દિવસોમાં દરેક મહિલાઓને સ્વનિર્ભર થવાની તક ઊભી થઈ છે.



સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દરેક મહિલાએ પોતાને મળતા સમયમાં પોતાનામાં રહેલી શક્તિનો વિકાસ કરવો જોઈએ. કુટુંબમા તેમજ રાષ્ટ્રમાં ઉપયોગી મહિલાઓનું યોગદાન વધે તે માટે રાજ્યસરકાર સતત કટીબદ્ધ છે. આ કાર્યક્રમમાં વિવિધ સહાય હેઠળ મહિલાઓને ચેક અર્પણ કરાયાં હતા. ૧૦૦ બાળાઓને ‘‘વ્હાલી દીકરી યોજના’’ના મંજૂરી હુકમોનું વિતરણ થયું હતું. ભરૂચ જિલ્લાની ૭૦ બાળાઓઓનું ભાવિ જીવન થયુ સુરક્ષિત થતા દીકરીઓને ૧૮માં વર્ષ ૧.૧૦ લાખની સહાય અપાશે. વધુમાં અનુબંધમ પોર્ટલ વિશે વિસ્તૃત માગર્દશન આપવામાં આવ્યું હતું. સ્વરોજગાર માર્ગદર્શન સેમીનારમાં જુદા -જુદા વિભાગના ઉપસ્થિત અધિકારીઓએ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ, જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ભરૂચ, ડીસ્ટ્રીક હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન (DHEW) વગેરે સંસ્થાઓ પણ પોતાની કામગિરી અને તેની ઉપલ્ધીઓ જણાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application