Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહેશ વસાવાએ પિતા સામે ફોર્મ ભર્યા બાદ ઉમેદવારી પરત ખેંચી,શું આ ડ્રામા લોકોનું ધ્યાન ખેંચવા હતો ?

  • November 17, 2022 

મહેશ વસાવાએ ચૂંટણી લડવા માટે ઝઘડીયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું છે. બીટીપી પાર્ટીથી ઓળખાતા વસાવા ફેમિલીની વચ્ચે ટકરાવની વાત સતત સામે આવતી હતી. આ વખતે બીટીપી પાર્ટી સતત લાઈમ લાઈટમાં જોવા મળી રહી છે પહેલા આપ અને જેડીયુ સાથેના ગઠબંધનની વાતો સામે આવી ત્યારે હવે પિતા પૂત્રના એક જ સીટ પર લડવાની વાતો સામે આવી હતી પરંતુ આ પારિવારિક ઝઘડાનો અંત આવ્યો છે.




1990થી વિધાનસભા ચૂંટણીથી સતત આ બેઠક સાથે જોડાયેલા

આ તમામ ઘટનાક્રમ વચ્ચે બીટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે મહેશ વસાવાએ તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. અંતે અન્ય આગેવાનોની સમજાવટ પર આ વાતનો અંત આવ્યો છે. છોટુ વસાવા 1990થી વિધાનસભા ચૂંટણીથી સતત આ બેઠક સાથે જોડાયેલા છે. આ ચૂંટણીમાં છોટુ વસાવા સતત 8મી વખત ચૂંટણી લડી રહ્યા છે. જેથી આ વખતે પણ તેમના પરંપરાગત મતો તેમને મળી શકે છે.




બન્ને વચ્ચે મત ભેદ હતો તેનો અંત આવ્યો

છોટુ વસાવા ઝઘડીયા બેઠક પર છેલ્લી સાત ટર્મથી લડતા આવ્યા છે અને જીતતા પણ આવ્યા છે ત્યારે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અહીંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ત્યારે બન્ને વચ્ચેના મત ભેદ હતો તેનો અંત આવ્યો છે પરંતુ શું લોકોનું ધ્યાન ભટકાવવા માટે હતું તેને લઈને પણ સવાલ થાય છે કેમ કે, સાત વખત દબદબાભેર જીતતા આવેલા છોટુ વસાવાને હરાવવા મુશ્કેલ છે છતાં પણ ફોર્મ ભરવામાં આવ્યું હતું. પરંતુ આ બધી વતો વચ્ચે હવે છેલ્લા 7 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવા ચૂંટણી લડશે.


પરીવારમાં જ ત્રિકોણીય હરીફાઈ હતી

અંતિમ દિવસે ઉમેદવારી પાછી ખેંચી લીધીઆજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને પુત્ર મહેશ વસાવાએ અંતિમ દિવસે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.  મહેશ વસાવા વચ્ચે ટિકિટને લઈને લડાઈ થઈ હતી અને બંનેએ ચૂંટણી લડેલી બેઠક પરથી ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ સાથે તેમના નાના પુત્ર દિલીપ વસાવાએ પણ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.પરીવારમાં જ ત્રિકોણીય હરીફાઈ હતી. જોકે પિતા-પુત્ર વચ્ચેના આ પારિવારિક ઝઘડાનો આખરે અંત આવ્યો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application