મહારાષ્ટ્રનાં શિર્ડી સાંઇ મંદિરે દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતાં હોય છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓ ખુલ્લા મને દાનનો ધોધ પણ વહાવે છે. સાંઇ ટ્રસ્ટ દ્વારા વર્ષ-2022માં મળેલ દાનની માહિતી જાહેર કરાઇ છે. મંદિર ટ્રસ્ટ મુજબ 2022માં સાઇ મંદિરને 400 કરોડથી વધુનું દાન મળ્યું છે. ન્યૂયરનાં દિવસોમાં 8 લાખથી વધુ ભાવિકોએ શિર્ડીનાં દર્શન કર્યા છે શ્રી સાંઇ મંદિર ટ્રસ્ટનાં CEOનાં જણાવ્યાનુસાર કુલ રૂપિયા 400,17,64,201/- 2022માં દાનપેટે મળ્યા છે. જોકે તા.25મી ડીસેમ્બર બાદ ન્યૂયરનાં દિવસોમાં જ રૂપિયા 17.81 કરોડનું દાન પ્રાપ્ત થયું છે. રૂપિયા 167.77 કરોડ દાન પેટીમાં તો 74 કરોડથી વધુની રકમ કાઉન્ટર રસીદ દ્વારા મળી છે.
ટ્રસ્ટને ઓનલાઇન પેમેન્ટ, ચેક, મની ઓર્ડરથી 144 કરોડથી વધુ રકમ મળી છે. જોકે તેમાં સોના-ચાંદીના દાગીનાની રકમ પણ સમાવિષ્ટ છે. વર્ષ-2022માં સાંઇ બાબાને 26 કિલોથી વધુ સોનું મળ્યું જેની કિંમત 12 કરોડ રૂપિયાથી વધુની છે. તો આશરે 1.5 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 330 કિલોગ્રામ ચાંદી વિવિધ માધ્યમે પ્રાપ્ત થયું છે. ટ્રસ્ટને દાનમાં મળતી રકમમાંથી મંદિરનાં હજારો કર્મચારીઓના પગાર ચૂકવાય છે તો ટ્રસ્ટ વતી બે હોસ્પિટલ અને શિક્ષણ સંસ્થા પણ ચલાવાય છે. જ્યાં નિઃશુલ્ક સારવાર, દવા અને શિક્ષણ અપાય છે. વળી દરરોજ 50 હજારથી એક લાખ ભક્તો માટે ભોજનાલય પણ ચલાવાય છે. આ તમામ કાર્યમાં દાનમાં પ્રાપ્ત થતી રકમ ખર્ચાય છે. જયારે દાનની રકમની ગણતરી માટે બહુ મોટી સંખ્યામાં સ્ટાફને કામે લગાડાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500