Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર : સંજય રાઉતના ઘરની બહાર પોસ્ટર 'તારું ઘમંડ તો 4 દિવસનું છે પાગલ,અમારી બાદશાહત તો ખાનદાની છે.

  • June 22, 2022 

મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટર પર ધ્યાન ખેંચાયું છે. સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે 'તારું ઘમંડ તો 4 દિવસનું છે પાગલ, અમારી બાદશાહત તો ખાનદાની છે.' આ પોસ્ટર્સ શિવસેના કોર્પોરેટર દીપમાલા બધેએ લગાવ્યા હોવાનું કહેવાય છે. 


અત્રે જણાવવાનું કે,મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા અને હાલ બળવાખોર બની ગયેલા વિધાયક એકનાથ શિંદે ગુજરાતના સુરતથી પોતાના સમર્થક વિધાયકો સાથે ગુવાહાટી શિફ્ટ થઈ ગયા છે. શિંદે સાથે શિવસેનાના અન્ય 33 અને 6 અપક્ષ ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચ્યા હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે એકનાથ શિંદેએ એવો દાવો પણ કર્યો કે તેમની પાસે 40 ધારાસભ્યો છે. જેમાંથી શિવસેનાના 34 અને 6 અપક્ષ વિધાયકો છે. 


મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી ચીફ શરદ પવારના ઘરે હાલ મહત્વની બેઠક યોજાઈ છે. આ બાજુ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પર્યવેક્ષક કમલનાથની હાજરીમાં પણ આજે કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજશે. બેઠક બાદ તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળે તેવી સંભાવના છે. તેઓ શરદ પવારને પણ મળી શકે છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application