મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોના તળાવમાં ડૂબી જવાથી મોત થઈ ગયા હોવાની દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. ફાયર બ્રિગેડની મદદથી મોડી રાત્રે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુ:ખદ ઘટના મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલીના સંદપ ગામની છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગામમાં પાણીની અછતને કારણે પરિવારના લોકો તળાવમાં કપડા ધોવા માટે ગયા હતા. મહિલાઓ કપડા ધોઈ રહી હતી ત્યારે તેમની સાથેનું એક બાળક તળાવમાં પડી ગયું અને તેને બચાવવા માટે એક પછી એક પાણીમાં કૂદી પડ્યા હતા. અને પાંચ લોકો તળાવમાં ડૂબી ગયા હતા. મૃતકોની ઓળખ મીરા ગાયકવાડ, તેમની વહૂ અપેક્ષા, પુત્ર મયૂરેશ, મોક્ષ અને નિલેશ તરીકે થઈ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક મહિલા અને તેમની વહૂ તળાવમાં કપડા ધોઈ રહી હતી. આ દરમિયાન ત્યાં નજીકમાં બેઠેલો એક બાળક અચાનક લપસીને તળાવમાં પડી ગયો અને તે ડૂબવા લાગ્યો હતો. ત્યાં હાજર પરિવારના અન્ય ચાર સદસ્યોએ બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બધા ડૂબી ગયા.ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે. ગ્રામજનો આ ઘટનાને લઈને અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે.પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે. આ સાથે ગ્રામજનોની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500