મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઈરશાલવાડી ગામમાં થયેલા ભયાનક ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 27ને આંબી ગઈ છે. NDRFના અધિકારીઓએ જણાવ્યું હતું કે શોધખોળ અને બચાવ અભિયાન રવિવારે સવારે ફરીથી શરૂ કરાયું હતું. NDRFના એક અધિકારી અનુસાર ફરીવાર શરૂ કરાયેલા બચાવ અભિયાન બાદ અત્યાર સુધી કોઈ મૃતદેહ મળ્યો નથી.
શનિવારે કાટમાળમાં ફસાયેલા વધુ 6 શબ મળી આવતાં મૃતકોની સંખ્યાન 27ને આંબી ગઈ હતી. બચાવ અભિયાનના અધિકારીઓએ કહ્યું કે હજુ પણ 81 લોકો ગુમ હોવાની આશંકા છે. અહેવાલ અનુસાર ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાંથી હવે શબની દુર્ગંધ આવી રહી છે. તેના લીધે ઈરશાલવાડી અને નાનીવલી ગામમાં કલમ 144 લાગુ કરાઈ છે.રાહત અને પુનર્વાસ વિભાગના એક અધિકારીએ કહ્યું કે નવીનતમ આંકડા અનુસાર ગામની વસતી 229 હતી અને હાલમાં 98 લોકોને અસ્થાયી કેમ્પમાં સ્થાળાંતર કરાયા છે. અધિકારીએ કહ્યું કે હવે આ શોધખોળ અભિયાન પર સોમવારે નિર્ણય લેવાશે. ખરાબ હવામાનને લીધે પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application