Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં મહારાષ્ટ્રે ગુજરાતને પાછળ છોડી દીધુ,મહારાષ્ટ્રમાં 99.75 ટકા અને ગુજરાતમાં 98.91 ટકા જમીન સંપાદન થઈ

  • May 08, 2023 

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં મહારાષ્ટ્રે ગુજરાતને પાછળ છોડી દીધુ છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. એનએચએસઆરસીએલ ( નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના ડેટા મુજબ, મહારાષ્ટ્રમાં 99.75 ટકા જમીન સંપાદિત કરાઈ ચુકી છે. જ્યારે ગુજરાતમાં 98.91 ટકા જમીન સંપાદિત થયેલી છે.


એકનાથ શિંદેની સરકાર બન્યા પહેલા મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ માટે જાન્યુઆરી-2022 સુધીમાં 75 ટકા જ્યારે ગુજરાતમાં 98.75 ટકા જમીન સંપાદિત થઈ હતી. ગુજરાત શા માટે પાછળ રહી ગયુ છે કે, તે અંગે એનએચએસઆરસીએલ કહે છે કે મહારાષ્ટ્રમાં ઝડપી જમીન સંપાદથી પ્રોજેક્ટમાં ઝડપ આવી છે. બંને રાજ્યોમાં હવે થોડી જ જમીન સંપાદિત કરવાની બાકી છે. જમીન સંપાદનના મુદ્દે જમીન માલિકો કોર્ટમાં જતા કાનુની લડાઈને લીધે વિલંબ થયો છે. સપ્ટેમ્બર-2021માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 7.9 હેક્ટર જમીનમાંથી 100 ટકા જમીન સંપાદિત થયેલી.



જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડિસેમ્બર-2018 સુધીમાં તે પૂર્ણ ન થતા તેની સમય મર્યાદા વધારાયેલી. બંને સ્થળો વચ્ચે વર્ષ 2023 સુધીમાં બુલેટ ટ્રેન ચાલુ થઈ જશે. હાલ મહારાષ્ટ્રમાં 1.07 હેક્ટર જમીનનુ સંપાદન બાકી છે. એનએચએસઆરસીએલ દ્વારા 1,984 પ્લોટ માટે રૂ. 3,217 કરોડ વળતર પેટે ચુકવાયા છે. મુંબઈના ઉપનગરમાં આ પ્રોજેક્ટ માટે કુલ 4.83 હેક્ટર જમીનની જરૂર છે, જે સંપુર્ણપણે સંપાદિત થઈ ચુકી છે. પાલઘરમાં 0.32 હેક્ટર અને થાણેમાં 0.75 હેક્ટર જમીન બાકી છે.


ગુજરાતમાં 10.53 હેક્ટર જમીનનુ સંપાદન બાકી છે. રાજ્યમાં 6,248 પ્લોટ માટે કુલ રૂ. 6,104 કરોડ વળતર પેટે ચુકવાયેલા છે. રાજ્યના આઠ જિલ્લામાંથી બુલેટ ટ્રેન પસાર થશે. જેમાં ખેડા, આણંદ, નવસારી અને વલસાડ જિલ્લામાં 100 ટકા જમીન સંપાદિત થયેલી છે. વડોદરામાં 5.47 હેક્ટર, સુરતમાં 4.89 હેક્ટર, અમદાવાદમાં 0.02 હેક્ટર, ભરૂચમાં 0.05 હેક્ટર જમીન સંપાદન કરવાની બાકી છે.


મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકારમાંબુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી ધીમી પડી ગયેલી. જો કે, આ પછી, સત્તા પલટે થતા આ પ્રોજેક્ટની કામગીરીમાં ઝડપ આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફ્ડણવીસે જાપાનના અધિકારીઓને ખાતરી આપી છે કે બુલેટ ટ્રેની રાહમાં આવતા તમામ અવરોધ જલદી દુર થશે.મહત્વનુ છે કે સપ્ટેમ્બર-2017માં અમદાવાદના સાબરમતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાવડાપ્રધાન શિંજો એબે 1.1 લાખ કરોડના આ પ્રોજેક્ટના ખાતમુહુરતની ઇંટ રાખી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application