મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશ (FDA)એ જોનસન એન્ડ જોનસન કંપની સામે આકરી કાર્યવાહી કરતા જોનસન બેબી પાઉડરના નિર્માણનું લાઇસન્સ રદ્દ કર્યું છે. જોનસન બેબી પાઉડરના સેમ્પલની તપાસ દરમિયાન ગુણવત્તા ખરાબ હોવાની જાણ થયા બાદ FDA દ્વારા પાઉડર બનાવવા માટેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. આ સાથે જ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 અંતર્ગત કંપનીને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે. તે ઉપરાંત કંપનીને માર્કેટમાં ફરી રહેલા પાઉડરના સ્ટોક્સને પરત ખેંચવા માટેનો પણ નિર્દેશ અપાયો છે.
સેમ્પલમાં PH વેલ્યૂ વધારે હોવાથી લાઇસન્સ રદ્દ કરાયું
એફડીએ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર સેમ્પલમાં પીએચ વેલ્યુ અનિવાર્ય સ્તર કરતા વધુ જોવા મળી હતી તેમજ તેને માનક ગુણવત્તાના રૂપમાં બરાબર માનવામાં આવતી નથી. સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે ટેસ્ટમાં જાણકારી અનુસાર ત્વચા પાઉડર બાળકો માટે અનુકૂળ નથી. આ જ કારણસર તેને બનાવવાનું લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત કંપનીએ એફડીએના ટેસ્ટ રિપોર્ટનો સ્વીકાર કર્યો નથી અને તેને કોર્ટમાં પડકારાયો હતો,જેમાં અરજી દાખલ કરાઇ હતી કે સેમ્પલ રેફરલ લેબોરેટરી એટલે કે સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી,કોલકાતા મોકલવામાં આવ્યા હતા. જ્યારે અન્ય રિપોર્ટ અનુસાર CDLના નિર્દેશકે પણ મહારાષ્ટ્રના એફડીએ રિપોર્ટની પુષ્ટિ કરી હતી તેમજ અંતિમ નિર્ણાયક રિપોર્ટ જારી કરતા કહ્યું કે પીએમચના પરીક્ષણના સંદર્ભમાં સેમ્પલ IS 5339:2004ને અનુરૂપ નથી.નોંધનીય છે કે કંપનીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, જોનસન એન્ડ જોનસન દુનિયાભરના મેડિકલ નિષ્ણાતો તેમજ દાયકાઓથી વૈજ્ઞાનિક વિશ્લેષણ પાછળ મજબૂતાઇ સાથે ઉભુ રહ્યું છે. જે પુષ્ટિ કરે છે કે ટેલ્કમ આધારિત જોનસન બેબી પાઉડર સુરક્ષિત છે,તેમાં કોઇપણ પ્રકાનરા તત્વ નથી જેનાથી કેન્સર થાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500