Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રનાં ડેપ્યુટી CM અને NCPનાં નેતા અજિત પવારને મળી મોટી રાહત : કરોડની બેનામી સંપતિ કેસમાં ક્લીન ચીટ

  • December 07, 2024 

મહારાષ્ટ્રનાં ડેપ્યુટી CM અને NCPનાં નેતા અજિત પવારને મોટી રાહત મળી છે. પવારને 2021નાં બેનામી સંપત્તિ કેસમાં દિલ્હીમાં બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે. ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ બેનામી સંપત્તિની માલિકીના તમામ આરોપોને ફગાવી દીધા છે. જે પછી આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી તેમની તમામ મિલકતોને રિલીઝ કરવામાં આવી છે. આ કેસ તારીખ 7 ઓક્ટોબર, 2021નો છે, જ્યારે આવકવેરા વિભાગે ઘણી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા.


જેમાં કથિત રીતે અજિત પવારની માલિકી હેઠળની બેનામી મિલકતો અંગેના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. જોકે ટ્રિબ્યુનલે હવે આ દાવાઓને ફગાવી દીધા છે, ટ્રિબ્યુનલે આ અંગે કહ્યું કે, ‘અજિત પવાર સામે આરોપોને સાબિત કરવા માટે આવકવેરા વિભાગ પાસે પૂરતા પુરાવા નથી.’ આ નિર્ણય સાથે, આવકવેરા વિભાગ દ્વારા અગાઉ જપ્ત કરવામાં આવેલી અજિત પવારની તમામ મિલકતોને મુક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઓક્ટોબર 2021માં અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ બેનામી પ્રોપર્ટી એક્ટ (PBPP) હેઠળ અજિત પવારની રૂ.1,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં અજિત પવાર સાથે સંકળાયેલા લોકોના રહેઠાણો અને ઓફિસો પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.


જેમાં તેમના સંબંધીઓ, બહેનો અને નજીકના સહયોગીઓનો સમાવેશ થાય છે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે આમાંથી કોઈ પણ મિલકત NCP નેતાના નામે સીધી નોંધાયેલી નહોતી. અજિત પવારની જપ્ત કરેલી મિલકતોમાં મહારાષ્ટ્રના સતારામાં જરાન્દેશ્વર સુગર ફેક્ટરી, મુંબઈમાં એક સત્તાવાર સંકુલ, દિલ્હીમાં એક ફ્લેટ, ગોવામાં એક રિસોર્ટ અને મહારાષ્ટ્રમાં 27 અલગ-અલગ જગ્યાએ જમીનનો સમાવેશ થાય છે. તે જ વર્ષે, આવકવેરા વિભાગે મુંબઈમાં બે રિયલ એસ્ટેટ બિઝનેસ જૂથો અને અજિત પવારના સંબંધીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક સંસ્થાઓ પર દરોડા પાડ્યા બાદ રૂ. 184 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application