મહારાષ્ટ્રનાં નાગપુરમાં એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની વધુ વિગત મુજબ મહારાષ્ટ્રનાં નાગપુરથી 55 કિલોમીટર દૂર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં લગભગ સવારે 9 વાગ્યે પેકિંગ સમયે ખુબ જ મોટો બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના બની હતી. જેમાં 9 લોકોનાં મોત થયા છે જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જયારે આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. આ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા છે. હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે. હાલ આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ સામે આવ્યું નથી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કંપનીની ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો તેમજ બ્લાસ્ટનો અવાજ ખુબ જ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ફેક્ટરીમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application