મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી કેટલાક સમયથી ચર્ચામાં છે. જેમા કેટલાક લોકો શાસ્ત્રીના સપોર્ટમાં ઊભા છે. તો કેટલાક લોકો તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નિવારણ સમિતિ સાથે જોડાયેલા શ્યામ માનવ નામના એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. જેમા બાગેશ્વર ધામનાં મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને નાગપુર પોલિસ દ્વારા તેમને ક્લીનચીટ આપવામાં આવી છે. પોલિસના જણાવ્યા પ્રમાણે ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે અંધવિશ્વાસ જેવુ કાંઈ જ મળ્યુ નથી.
વિડિયોમાં વાંધાજનક તેમજ અંધવિશ્વાસ ફેલાવા જેવુ કાંઈ જ મળ્યું નહોતુ-પોલીસ
વાસ્તવમાં મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નિવારણ સમિતિ સાથે જોડાયેલા શ્યામ માનવ નામના એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે નાગપુર પોલિસે બાગેશ્વર ધામનાં મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીના નાગપુર વાળા કાર્યક્રમના વિડિયોની તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલિસને તપાસ દરમ્યાન આ વિડિયોમાં વાંધાજનક તેમજ અંધવિશ્વાસ ફેલાવા જેવુ કાંઈ જ મળ્યુ નહોતુ. નાગપુર પોલિસ કમિશ્નર અમિતેશ કુમારે વધુ જાણકારી આપતા કહ્યું હતું કે પોલિસે માત્ર નાગપુર વાળા કાર્યક્રમના વિડિયોની જ તપાસ કરી છે જેમાં અંધશ્રદ્ધા ફેલાવા જેવુ કાંઈ મળ્યુ નથી.
શું હતો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પરના આરોપનો મામલો
ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રના નાગપુરમાં શ્રીરામના ચરિત્ર-ચર્ચાનું આયોજન કરાયું હતું, જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો. આ દરમિયાન અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવાયો હતો. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર દિવ્ય દરબાર અને પ્રેત દરબારની આડમાં મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો, ત્યારથી આ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500