ચીનમાં ગતરોજ મોડી રાત્રે કિર્ગિસ્તાન અને શિનજિયાંગ વચ્ચેના સરહદી વિસ્તારમાં 7.02 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ વિસ્તારમાં 80 કિલોમીટરની ઊંડાઈએ હતું. દિલ્હી-NCRમાં પણ ગતરોજ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. દિલ્હી, નોઈડા, ફરિદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિતના નજીકના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં પણ લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. 18 ડિસેમ્બરે ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500