ચીનના સિચુઆન પ્રાંતમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયા છે અનેક ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટી હતું જે હાલમાં કોરોનાના વધતા કેસોનો સામનો કરી રહ્યું છે. સ્થાનિક સમય અનુસાર બપોરે 12.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે બિલ્ડિંગ ધૂ્રજવા લાગી હતી.
જેના કારણે લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતાં મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે અનેક સ્થળોએ હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ચીનના સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કરવામાં આવ્યા છે તેમાં ઇમારતો સ્પષ્ટપણે ેહલતી દેખાઇ રહી હતી. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે તે અત્યાર સુધીમાં જાણી શકાયું નથી. જો કે મોતના આંકડાથી વહીવટી તંત્રની ચિતા વધી ગઇ છે.
જે સિચુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે તે તિબેટના પાડોશમાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે, સિચુઆન પ્રાંતમાં 2008માં 8.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 69 હજારથી વધુ લોકોનાં મોત થયા હતાં. જ્યારે 2013માં ફરીથી ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 7 તી અને તેમાં 200 લોકોનાં મોત થયા હતાં. ઉલ્લેખનીય છે કે, સિચુઆન પ્રાંત કોરોના ઉપરાંત અસહ્ય ગરમી અને દુકાળનો પણ સામનો કરી રહ્યું છે. આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ પહેલાથી જ સંવેદનશીલ છે અને સમયાંતરે અહીં ભૂકંપના આંચકા આવતા રહે છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર ચાઇના અર્થકેક નેટવર્ક સેન્ટરે જારી કરેલા અહેવાલ મુજબ આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 16 કિમી નીચે હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500