ગુજરાતમાં વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આ વખતે ભૂકંપના કારણે કચ્છની ધરા ધ્રુજી છે. કચ્છમાં ભૂકંપથી લોકોમાં ભય ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદું લખપતથી 62 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.ભૂકંપના બનાવો ગુજરાતમાં સતત સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં વિવિધ વિસ્તારોની અંદર ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા ફેબ્રુઆરી મહિનાના કેટલાક દિવસોમાં 9 વખત આંચકાઓ અનુભવાયા છે. સૌરાષ્ટ્ર, ખંભાત અને હવે કચ્છમાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ડર પણ તેના કારણે પેઠો છે. કચ્છમાં ભૂકંપ આવતા લોકોને 2001ની યાદ તાજી થઈ જાય છે. ગુજરાતમાં કચ્છમાં સૌથી વધુ નુકશાન થયું હતું, ઘણા લોકોના જીવ પણ તેના કારણે ગયા હતા ત્યારે ફરીથી કચ્છમાં ભૂકંપના આંચકાઓ ગઈકાલે રાત્રે સૌરાષ્ટ્રમાં અને આજે સવારે અનુભવાયા હતા. જેથી લોકોમાં ફરીથી ભૂકંપનો ભય પેઠો છે.
24 કલાક ગુજરાતમાં ભૂકંપથી બીજો આંચકો
ભૂકંનું કેન્દ્રબિંદૂ લખપતથી 62 કિમી દૂર છે.24 કલાક ગુજરાતમાં ભૂકંપથી બીજો આંચકો અનુભવાયો છે. અમરેલીમા મોડી રાત્રે પણ ભૂકંપ આવ્યો હતો. રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય પેઠો હતો.ત્યારે કચ્છમાં ફરી ભૂકંપ આવ્યો છે.
10.49 કલાકે આજે સોમવારે ભૂકંપ 3.8ની તીવ્રતાનો ભૂકંપ
10.49 કલાકે આજે સોમવારે ભૂકંપ 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં 9મી વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. અગાઉ ખંભાતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા તેમાં પણ અમરેલી જિલ્લામાં સૌથી વધુ વખત ભૂકંપની આંચકાઓ અનુભવાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500