ઉધના દરવાજા એમ્પાયર બિલિડંગમાં આવેલ ડાયનામીક સોફ્ટ લીન્ક પ્રા.લી પેઢીમાં સાડીઓ ઉપર મોડલીંગ કરાવી તેનો કેટલોગ બનાવી તેના મજુરીના રૂપિયા ૪૫.૧૧ લાખ નહી ચુકવી ઉપરથી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ઉઠમણું કરનાર બેગ્લોરના પદમશ્રી સારીસના હજારે બંધુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, અડાજણ હનીપાર્ક રોડ ગાર્ડન વ્યુ કોમ્પ્લેક્ષમાં રહેતા પંકજભાઈ નટવરલાલ વૈધ (ઉ.વ.50) ઉધના દરવાજા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલ ડાયનામીક સોફ્ટ લીન્ક પ્રા.લી નામની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પંકજભાઈની પેઢીમાં ગત તા.૮ માર્ચ ૨૦૧૮ થી ૪ જુલાઈ ૨૦૧૯ દરમિયાન બંગ્લોરના બાગલકોટ રબકાવી લક્ષ્મી સ્ટ્રીટ કામલી બજાર ખાતે આવેલ પદમશ્રી સારીસના માલીક પ્રસન્ના હજારે, પ્રદિપ હજારે અને પ્રવિણ હજારેએ સાડીઓ ઉપર મોડલીંગ કરાવી તેના કેટલોગ બનાવ્યા હતા.જોકે નક્કી કરેલ સમયમાં હજારે બંધુઓએ પેમેન્ટ નહી આપતા પંકજભાઈ દ્વારા ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ એકાએક ઉશ્કેરાઈને પેમેન્ટ માટે ફોન કરવો નહી અને ઉઘરાણી કરવા માટે બેંગ્લોર આવવુ નહી નહીતો જીવતા પાછા જવા દઈશુ નહી તેવી ધમકી આપી પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે પંકજભાઈની ફરિયાદ લઈ હજારે બંધુઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application