Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપીનાં મદાવ ગામે ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રિય શ્રમિક દિવસની ઉજવણી કરાઈ

  • May 01, 2022 

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મદાવ ગામે રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, કલેકટર એચ.કે.વઢવાણિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રિય શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મનરેગા યોજના હેઠળ મદાવ ગામે તળાવ નિર્માણની કામગીરી કરતા શ્રમિકો સાથે મંત્રી મુકેશભાઈ પટેલે સંવાદ કર્યો હતો. શ્રમિકોને મનરેગા હેઠળ રોજગારીના નાણાં સમયસર મળી જાય છે કે કેમ તેમજ સરકારની યોજના હેઠળ મફત અનાજ નિયમિત મળે છે અને આ શ્રમિકોના બાળકો નિયમિત શાળાએ જાય છે કે નહીં તેની પૃચ્છા કરી હતી.



ગ્રામીણ કુટુંબોને ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડનારી ભારત સરકારની યોજનાના ૧૩૦ કામોના ઝડપી અમલીકરણ બદલ મંત્રી પટેલે જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓની સારી કામગીરી  બિરદાવી હતી. વધુમાં તેમણે તમામ શ્રમિકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તાપી જિલ્લામાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે પ્રભારી મંત્રીએ તમામ ગ્રામજનોને અપીલ કરી હતી કે બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. તેઓ તંદુરસ્ત તો જ આપણો દેશ તંદુરસ્ત બની શકે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, જિલ્લાના ૭૫ ગામોમાં અમૃત તળાવ બને તેમજ સરકારની યોજના લાભાર્થીઓ સુધી પહોંચે તેવા કામો અધિકારીઓ /પદાધિકારીઓ કરી રહ્યા છે.



શ્રમિકોને વિમો આપવાની યોજના અમલી છે. દરેક શ્રમિકો આ યોજનાનો લાભ લઈ વિમા કવચથી સુરક્ષિત થાય. કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત નવા તળાવો બનાવવા, ચેકડેમ ઉંડા કરવા જેવા વોટર હાર્વેસ્ટીંગના કામો કરવામાં આવે છે. જળ અભિયાન દ્વારા સરકારશ્રીનો ઉદે્શ્ય જળ સંચયનો છે. તાપી જિલ્લામાં કુલ ૩૬૭ જેટલા કામો પૈકી ૧૩૪ કામો શરૂ કરાયા છે. બાકીના ૧૦ જૂન સુધીમાં પૂર્ણ થનાર છે. જિલ્લા ગ્રામ વિકાસ, વન વિભાગ, વોટરશેડના મનરેગા હેઠળ ૧૩૦ કામો પૈકી ૧૦૦ કામો શરૂ કરાયા છે. સરકારના ફ્લેગશીપ કાર્યક્રમો થકી તાપી જિલ્લાને વિકાસની નવી ઉંચાઈએ લઇ જવા કલેકટરએ અનુરોધ કર્યો હતો.



ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષે ૧૪,૦૫૧ કુટુંબોના ૧૮,૦૩૨ શ્રમિકોને રોજગારી પુરી પડવામાં આવેલ છે. જેના થકી ૧.૬૯ લાખ માનવદિન ઉત્પન્ન થયેલ છે. આંતરરાષ્ટ્રિય શ્રમિક દિવસે તાપી જિલ્લામાં મનરેગાના તમામ શ્રમિકોને વેતનનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. મદાવ ખાતેના કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ સહિત સંતો, મહાનુભાવોએ આઈરીસ પ્લાઝા, જિલ્લા સેવા સદન,પાનવાડી ખાતે આવેલ રાજ મલ્ટી પ્લેક્ષ નો શુભારંભ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application