ગુજરાત પ્રવાસે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નવસારી જનસભાને સંબોધતા કહ્યું કે,અમે ગુજરાતમાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો અમને કહે છે કે,આ દુષ્ટ પાર્ટીઓથી અમને છૂટકારો અપાવો. તો અમે દર વખતે એ જ કહીએ છીએ કે આ લોકોથી છુટકારો મેળવવાનું કામ તમે જાતે કરી શકો છો,તમારે માત્ર ઝાડુવાળું બટન દબાવાનું છે. પહેલા લોકોને ખબર પણ ન હતી કે તેમનો વોટ ક્યાં જઈ રહ્યો છે,કારણ કે જો લોકો કોંગ્રેસને વોટ આપે છે,તો કોંગ્રેસવાળા ધારાસભ્ય જાતે જ ભાજપમાં જતા રહે છે. હાલમાં કોંગ્રેસના 22 ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના લોકો જનતાના વોટની કિંમત સમજતા નથી. એમ તો આપણે જોયું છે કે 5-5 વર્ષથી આ લોકો પોતાના વારાઓ બાંધી લે છે કે તમે 5 વર્ષ રાજ કરો અને અમે 5 વર્ષ રાજ કરીએ અને આપણે એકબીજા સામે કોઈ એક્શન નહીં લઈએ,પરંતુ ગુજરાતમાં તમે લોકોએ 27 વર્ષ આપ્યા છે. પરંતુ હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે, આ વખતે પરિવર્તનનો મોકો છે, તો પરિવર્તન કરી લો.
જો 27 વર્ષમાં ગુજરાતમાં કંઈક થયું હોત તો જ્યારે ટ્રમ્પ અમદાવાદ આવ્યા ત્યારે કપડાથી ઢાંકીને ઝુંપડીઓને ઢાંકવાની જરૂર ન પડી હોત
આજે ગુજરાતની જનતા પાસે એક મોકો આવ્યો છે જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના પરિવાર સાથે ભારત આવ્યા ત્યારે તેમની પત્નીએ કહ્યું કે તે દિલ્હીની શાળાઓ જોવા માંગે છે. પહેલા તો ભાજપવાળાએ તેમને ઘણી વિનંતી કરી અને કહ્યું કે દિલ્હીની શાળાઓ જોવા ન જાવ,પરંતુ શ્રીમતી ટ્રમ્પ માન્યા નહીં. ભાજપના લોકો જાણતા હતા કે તેમની MCD સ્કૂલ બતાવવા લાયક નથી અને બીજી તરફ તેઓ આખો દિવસ અરવિંદ કેજરીવાલ જી અને આમ આદમી પાર્ટીને ખરાબ કહેતા રહે છે,પરંતુ તેમને કહેવું પડ્યું કે અમને સારી સ્કૂલ બતાવો. તો સ્પષ્ટ છે કે આ લોકોએ કોઈ કામ કર્યું નથી. માત્ર બોલ્યા છે,વક્તવ્ય આપ્યું છે,સપના બતાવ્યા છે પણ વાસ્તવિકતામાં કશું કર્યું નથી. જો 27 વર્ષમાં ગુજરાતમાં કંઈક થયું હોત તો જ્યારે ટ્રમ્પ અમદાવાદ આવ્યા ત્યારે કપડાથી ઢાંકીને ઝુંપડીઓને ઢાંકવાની જરૂર ન પડી હોત. તેમ ભગવંત માને કહ્યું હતું.
અમે પોલીસની ભરતી માટે પરીક્ષા રાખી હતી પરંતુ કોઈ પેપર લીક થયું નથી:
ભગવંત માનતેમણે વધુમાં કહ્યું કે,હું તમને બધાને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે તમે ચૂંટણીના દિવસે ઘરની બહાર જાવ ત્યારે એક વાત જરૂર યાદ રાખજો કે જનતા પાસે માત્ર 9 કલાક હોય છે. તમારી પાસે 5 વર્ષમાં તમારા બાળકોનું નસીબ લખવા માટે માત્ર 9 કલાક છે. જો તમે એ 9 કલાકમાં કોઈ સારા વ્યક્તિ અને સારી પાર્ટીને વોટ આપો તો તમારા બાળકોનું નસીબ ચમકી જશે અને તમારા ઘરની ગરીબી દૂર થઈ જશે અને તમારા માટે બધું સારું થઈ જશે. પંજાબમાં અમારી સરકાર બન્યા ને માત્ર 7 મહિના થયા છે અને અત્યાર સુધી ઘણું બધું કામ થયું છે. કારણ કે અમારી નિયત સાફ છે. અમે 20000 સરકારી નોકરીઓ આપી છે. અમે પોલીસ ભરતી માટે પરીક્ષા રાખી હતી પરંતુ પેપર લીક થયું ન હતું. જે લાયક હોય છે તેને જ નોકરી મળે છે, કોઈની ભલામણ કે ભ્રષ્ટાચાર ચાલતો નથી. ગુજરાતમાં પણ આવી પારદર્શિતાવાળી સરકાર ચલાવવાની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500