ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને વધુ એક મોટો ઝટકો મળ્યો છે, સપાના ધારાસભ્ય મનોજ પાંડે ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા છે. રાયબરેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમિત શાહે ધારાસભ્ય મનોજ પાંડેને ભાજપનું સભ્યપદ આપ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ભાજપના લોકસભા ચુંટણીના ઉમેદવાર માટે પ્રચાર અર્થે રાયબરેલી પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા પહેલા ઉંચાહરના ધારાસભ્ય મનોજ પાંડેને ભાજપમાં જોડાવામાં આવ્યા હતા.
આ પછી તેમણે જનસભાનેસંબોધી હતી. અમિત શાહે જાહેર સભા દરમિયાન સપા-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે,આઝાદીના70 વર્ષ બાદ નરેન્દ્રમોદીજીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આ કોંગ્રેસીઓનું કહેવું છે કે રામ મંદિરનો અભિષેક યોગ્ય રીતે થયો નથી. પરંતુ, મારા શબ્દો યાદ રાખો, જો આ ઇન્ડીગઠબંધનના લોકો સ્તામાંઆવશે, તો તેઓ ફરીથી રામ મંદિર પર બાબરીનું તાળું લગાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500