ભરૂચ તાલુકા પોલીસે માહિતીનાં આધારે દિલ્હી મુંબઈ એક્સપેક્ષ વે પરથી એક ઈનોવા કારમાંથી એમડી મફેડ્રોનના મુદામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા 18 લાખ સાથે કુલ રૂપિયા 20.22 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ જીલ્લામાં પી.આઈ. પી.ડી. જણકાંત અને તેમની ટીમને તારીખ 7મી નવેમ્બરના રોજ માહિતી મળી હતી કે, દિલ્હી મુંબઇ એક્સપેક્ષ વે ઉપર વડોદરાથી ભરૂચ તરફ સફેદ કલરની ઈનોવા ગાડીમાં અમુક ઇસમો શંકાસ્પદ માદક કેફી પદાર્થ લઈ વેચાણ અર્થે છે.
આ માહિતીના આધારે રોડ ઉપર કારેલા ગામથી સમની જવાના નવા ઓવર બ્રીજની નીચે વોચ ગોઠવી માહિતીવાળી ઈનોવા કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાં ઈલ્યાસ અલીહુસૈન મલેક, અશરફ બશીર, ઈદ્રીશ મુન્સી લેતા એમ.ડી. ડ્રગ્સ કુલ 180 ગ્રામ જે એક ગ્રામની કીમત 10,000 લેખે કુલ 180 ગ્રામની કુલ કિંમત 18,00,000/- ઇસમોને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે મુંબઈનાં રઉફ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરીને પકડાયેલા આરોપીઓ વિરુધ્ધ નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટંસ એકટ 1985 ની કલમ-8(સી), 22(સી), 25, 29 મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ બી ડીવીઝન પોલીસને સોંપી છે. જ્યારે ઈલ્યાસ અલીહુસૈન મલેક અગાઉ એ ડીવીઝન, કાવી અને બી ડીવીઝન પોલીસ મથકના ગુનાઓમાં ઝડપાયેલો છે. હાલ તો પોલીસે ડ્રગ્સ કેસમાં મૂળ સુધી પહોંચવા માટે કામગીરી શરૂ કરી હતી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025