મહારાષ્ટ્રમાં આગામી શૈક્ષણિક વર્ષ 2023-24માં મેડીકલ શિક્ષણનાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં વધુ સીટ્સ ઉમેરાશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલ માહિતીનુસાર, મહારાષ્ટ્ર સરકારી મેડિકલ કોલેજોમાં MBBSમાં વધુ 150 સીટ્સ અને પીજી મેડિકલ કોર્સમાં 692 સીટ્સ આવતા શૈક્ષણિક વર્ષથી ઉમેરાશે. મહારાષ્ટ્રમાં હાલ આઠ સરકારી મેડિકલ કોલેજ એવી છે કે જે અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ આપતી નથી.
આ નવી માન્ય થયેલી સીટ્સ આવી કોલેજોને ફાળવાશે. જેથી ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ શરુ થાય અને વિદ્યાર્થીઓને તેમની આસપાસમાં જ પીજી મેડિકલનું શિક્ષણ મળી રહે. મંજૂર થયેલી 150 MBBS સીટ્સમાંથી સો સીટ્સ ઉસ્માનાબાદ સરકારી મેડિકલ કોલેજમાં ફાળવવામાં આવશે. જેને આગામી શૈક્ષણિક વર્ષથી મંજૂરી મળવાની ઘેરી શક્યતા છે. તે ઉપરાંત કેટલીક કોલેજો એવી પણ છે, જ્યાં સીટ્સની અછતને કારણે તેમણે વિદ્યાર્થીઓના એડમિશન નકારવા પડે છે. આથી અમુક સીટ્સ આવી કોલેજોને પણ ફાળવવામાં આવશે. આ નિર્ણયથી વાલી અને વિદ્યાર્થીઓને ઘણી રાહત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application