ખોટું બોલવું પણ એક બીમારી છે. દુનિયામાં કેટલાક લોકો એવા છે જે અજાણતા જ કેટલીક વાર ખોટું બોલે છે તેના કારણે કેટલાક લોકો પરેશાન છે. કેટલાક લોકો તો તલાક સુધી પહોંચી ગયા છે. આવો જ એક મામલો અમેરિકાના થિયેટર આર્ટિસ્ટ અને પ્રોડ્યુસર ક્રિસ્ટોફર મસીમાઇનનો પણ છે. તેમને ખોટું બોલવાની ટેવ છે જેના કારણે તેઓ પોતે પણ પરેશાન છે. આનાથી તેમની નોકરી પણ જતી રહી છે અને વાત તલાક સુધી પહોંચી ગઈ છે. તેમની ખોટી બોલવાની ટેવની હદ ખૂબ મોટી છે. એક વખત તો તેઓ એવરેસ્ટ ફતેહ કરવાનો દાવો કરી ચૂક્યા છે. એ વખતે તો તેઓ કમ્બોડિયાની હોટલમાં બેઠા હતા.
વ્હાઇટ હાઉસમાં એવોર્ડ મળવાનો દાવો કરી ચૂક્યા છે. તેઓ પોતાની ખોટું બોલવાની બીમારીની સારવાર કરાવી રહેલા તબીબની સમક્ષ પણ ખોટું બોલી કાઢે છે. 36 વર્ષીય ક્રિસ્ટોફરનું કહેવું છે કે તેઓ ખોટું બોલનાર ઠંગ નથી, પણ માનસિક રીતે બીમાર છે. ક્રિસ્ટોફરને ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડર છે. આ સિન્ડ્રોમમાં વ્યક્તિ બીજાનું ધ્યાન ખેંચવા માટે ખોટું બોલે છે. તેમની પત્ની મેગી કહે છે કે તેમને સમજાતું નથી કે ક્રિસ્ટોફર ક્યારે ખોટું બોલી રહ્યા છે અને ક્યારે સાચું. આવી સ્થિતિમાં તે તલાક લેવા પણ વિચારી ક્રિસ્ટોફર બાળપણથી જ ખોટું બોલી રહ્યા છે.
જ્યારે બીજા ધોરણમાં ગણિતમાં સારા માર્ક ન આવ્યા ત્યારે ઘરવાળાઓનું ધ્યાન ભટકાવવા ખોટું બોલી ગયા હતા. મિશિગન યુનિવર્સિટીના સરવેમાં સામે આવ્યું છે કે અમેરિકાના 5.3 ટકા લોકો દિવસમાં સરેરાશ 15 વખત ખોટું બોલે છે. કેટલાક તો નેતા અને દુકાનદાર હોવાના કારણે ખોટું બોલે છે. કેટલાક સ્પષ્ટ કાંરણ આપ્યા વગર ખોટું બોલે છે. અલબત્ત થેરપીની મદદથી આ લોકોની સ્થિતિ સુધરી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500