મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં બાબરઘાટ પાસે એક લકઝરી બસમાં ચાલકે બાઈકને કટ મારતા બાઈક પરથી નીચે પટકાયેલા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી અનુસાર, ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામની સીમમાંથી પસાર થતો ઉચ્છલથી નિઝર તરફ જતા જાહેર રોડ ઉપરથી પસાર થતાં હતા.
ત્યારે તા.૨૫મી મે ૨૦૨૨ નારોજ ફરીયાદી વિનોદભાઈ નારૂભાઈ વસાવા તથા મનોહર રાજુભાઈ વસાવા (બંને રહે.કુઈદા તા.ઉચ્છલ-તાપી) નાઓ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની લિઓ બાઈક નંબર જીજે/૨૬/કે/૪૧૯૬ ઉપર ઉચ્છલ-નિઝર રોડ ઉપર બાબરઘાટ ગામની સીમમાંથી રાત્રીના આશરે આઠેક વાગેના સુમારે પસાર થતા હતા.
તે દરમ્યાન એક અજાણ્ય લક્ઝરી વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને કટ મારી પોતાની કબજાની લકઝરી બસ લઇ નાસી છુટ્યો હતો. આ અકસ્માતમાં વિનોદભાઈ તથા મનોહરભાઈને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. બાદમાં વિનોદભાઈ નારૂભાઈ વસાવાની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે અજાણ્યા લકઝરી બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500