પોરબંદરમાં અત્યારે એક ઘાતક વાયરસ જેનુ નામ લમ્પિ કહેવામાં આવી રહ્યુ છે, તેની એન્ટ્રી થઇ ચૂકી છે. માહિતી પ્રમાણે પોરબંદરમાં એક ખુંટીયો તથા એક ગાયનું શંકાસ્પદ મોત થયુ છે, જેના મોત પાછળ લમ્પિ હોવાનુ મનાઇ રહ્યું છે.
પોરબંદરમાં લમ્પિ વાયરસની એન્ટ્રીથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આને પગલે જૂનાગઢ પશુપાલન વિભાગની ટીમ પોરબંદર દોડી આવી છે, અને તેમને મૃત પશુઓના સેમ્પલ લેવાનુ શરૂ કરી દીધુ છે. લમ્પિના ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોરબંદરમાં ખાતે આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
લમ્પિ વાયરસની એન્ટ્રી થતાં જ તંત્રએ સુરક્ષાત્મક પગલા લેવુ શરૂ કરી દીધુ છે. પશુ માલીકોએ પોતાના પશુઓને રેઢા ન મુક્વા તંત્રએ અપીલ કરી છે, આ ઉપરાંત પોરબંદર પાલિકાએ રેઢિયાળ પશુઓને ડબ્બે પુરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. લમ્પિ વાયરસને લઇને પશુપાલન વિભાગ સતર્ક થઇ ગયુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500